26th January selfie contest

BR ચોપરાએ 33 વર્ષ પહેલા આટલા રૂપિયામાં ‘મહાભારત’ બનાવેલી, આટલી સંપત્તિ છોડી ગયા

PC: jansatta.com

મહાકાવ્ય ‘મહાભારત’ની કથાને ટી વી પર આબેહુબ ચિત્રણ કરનાર બી. આર. ચોપરાએ એ જમાનામા ધારાવાહિક બનાવી હતી જ્યારે કોઇ આધુનિક ટેકનોલોજી પણ નહોતી. ચોપરાએ 1980માં 9 કરોડ રૂપિયામાં મહાભારત બનાવી હતી.પાંડવોના વનવાસ, કુરુક્ષેત્રનું યુદ્ધ અને કૃષ્ણનો અર્જૂનને ગીતાસાર આ બધું જ ચોપરાએ મહાભરત ધારાવાહિકમાં બતાવ્યું હતું. જાણો. તેઓ પરિવાર પાછળ કેટલાં રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હતા.

દિવંગત બલદેવ રાજ ચોપરા ઉર્ફે બી.આર.ચોપરાનું સિનેમા પત્રકારથી માંડીને જાણીતા નિર્માતા અને ફિલ્મ નિર્દેશક તરીકે સફર ખાસ્સી દિલચસ્પ રહી હતી. તેમની ફિલ્મ નયા દોર, કાનૂન, વક્ત, હમરાજની સાથે સાથે તેમને 80ના દશકમાં ટીવી ધારાવાહિક મહાભારત માટે ખાસ ઓળખવામાં આવે છે. બી. આર.ચોપરા વર્ષ 2008માં દુનિયાને અલવીદા કહી ગયા હતા, પરંતુ આજે પણ લોકો તેમના કામને યાદ કરે છે.

80ના દશકમાં ટીવી પર મહાભારતને આટલું સારી રીતે દર્શાવવું આસાન નહોતુ, પરંતુ પોતાના કલાકારો અને ચિત્રણ દ્રારા બી. આર. ચોપરાએ આ કરી બતાવ્યું હતું. એ જમાનમા જ્યારે VFS  કે ગ્રાફીક્સ જેવી કોઇ ટેક્નોલોજી નહોતી, આમ છતા બી.આર.ચોપરાએ મહાભારત સિરીયલમાં કમાલ કરી હતી.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ 80ના દાયકામાં જ્યારે બી.આર. ચોપરાએ મહાભારત બનાવી હતી ત્યારે 9 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ધારાવાહિકમાં નિતીષ ભારદ્વાજે કૃષ્ણમી ભૂમિકા નિભાવી હતી. ઉપરાંત રૂપા ગાંગુલીએ દ્રોપદીની, મુકેશ ખન્નાએ ભીષ્મની ભૂમિકા અદા કરી હતી. સાથે પુનીત ઇસ્સાર, પંકજ ધીર, ગજેન્દ્ર ચૌહાણ,ગુફી પેન્ટલ, સુમીત રાઘવન જેવા કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય કર્યા હતા.

મહાભારત ધારાવાહિકમાં દ્રોપદીનો રોલ રૂપા ગાંગુલીએ નિભાવ્યો હતો, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે બી.આર.ચોપરા આ રોલ બોલિવુડ અભિનેત્રી જૂહી ચાવલાને આપવા માંગતા હતા. જૂહીને રોલ પણ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મ કયામતસે કયામતમાં જૂહી વ્યસ્ત હોવાને કારણે તે રોલ સ્વીકારી શકી નહોતી. ઉપરાંત અજૂર્નનો રોલમાં જે કી શ્રોફને સાઇન કરવા માંગતા હતા, પરંતુ એ શક્ય બન્યુ નહોતું.

પોતાની ફિલ્મો અને મહાભારત સિરિયલ માટે બી.આર. ચોપરાને 1998માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ પછી વર્ષ 2001માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.5 નવેમ્બર, 2008ના દિવસે બી. આર. ચોપરા આ ફાની દુનિયા છોડી ગયા હતા. પરંતુ તેઓ તેમની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હતા.

બી. આર. ચોપરાનો મુંબઇના જૂહુ વિસ્તારમાં એક આલીશાન બંગલો હતો જેને તાજેતરમાં 183 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવ્યો છે. આ બંગલો 25,000 સ્કવેર ફટ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેને રહેજા કોર્પોરેશને ખરીદી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp