શાહરૂખ છે દુનિયાનો ચોથો ધનવાન એક્ટર, ટોમ ક્રૂઝ અને જેકી ચેન કરતા છે વધુ સંપત્તિ

બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન કમાણીમાં પણ કિંગ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે શાહરૂખ ખાન દુનિયાનો ચોથો સૌથી ધનવાન એક્ટર છે. તેની કુલ સંપત્તિ હોલિવુડના દિગ્ગજ અભિનેતા ટોમ ક્રૂઝ અને જેકી ચેન કરતા પણ વધુ છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે પોતાના હાલના રિપોર્ટમાં જણાવ્યું છે કે, શાહરૂખ દુનિયામાં સૌથી વધુ કમાનારા અભિનેતાઓમાં એકમાત્ર ભારતીય છે. અહીં ટોપ 5 ધનવાન એક્ટર્સ વિશે માહિતી આપવામાં આવી છે.

જેરી સીનફેલ્ડ

આ અમેરિકી સ્ટેન્ડઅપ કોમેડિયનની કમાણી કોઈપણ અભિનેતા કરતા ક્યાંય વધુ છે. વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સે અમેરિકી કોમેડી શો સીનફેલ્ડના એક્ટર પાસે 1 અબજ ડૉલર એટલે કે આશરે 8100 કરોડ રૂપિયા સંપત્તિ બતાવી છે. તે કમાણીના મામલામાં દુનિયામાં ટોપ પર છે.

ટાયલર પેરી

તેની પણ કુલ નેટવર્થ એક અબજ ડૉલરની આસપાસ છે. જે દુનિયામાં કમાણીના મામલામાં બીજો સૌથી મોટો અભિનેતા છે. 51 વર્ષીય પેરીની ફિલ્મોએ આફ્રિકી અમેરિકીઓની વચ્ચે અલગ ઓળખ બનાવી છે.

ડ્વેન જોનસન

હોલિવુડના ધ રોક જોનસન પાસે આશરે 80 કરોડ ડૉલર એટલે કે 6500 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેની ગણતરી દુનિયાના સૌથી મોટા પ્રોફેશનલ રેસલર તરીકે પણ થાય છે. WWEમાંથી હોલિવુડમાં આવીને તેણે પોતાની અલગ ઓળખ બનાવી છે અને આજે તે સૌથી વધુ ફી વસૂલવાનારા અભિનેતાઓમાં સામેલ છે.

શાહરૂખ ખાન

બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન આ યાદીમાં ચોથા નંબર પર છે અને તેની કુલ નેટવર્થ 77 કરોડ ડૉલર જણાવવામાં આવી છે. જે ભારતીય કરન્સીમાં આશરે 6200 કરોડ હશે. કિંગ ખાન અત્યારસુધી 80 કરતા વધુ ફિલ્મો કરી ચુકી છે અને ભારત સરકારે તેને પદ્મ શ્રી એવોર્ડ પણ આપ્યો છે.

ટોમ ક્રૂઝ

‘મિશન ઈમ્પોસિબલ’ જેવી એક્શન મુવીઝ દ્વારા ભારતીય દર્શકો પર છવાનારો હોલિવુડ એક્ટર ટોમ ક્રૂઝ કમાણીના મામલામાં 5માં નંબર પર આવે છે. તેની કુલ સંપત્તિ 62 કરોડ ડૉલર એટલે કે આશરે 5 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. ટોમને અત્યારસુધીમાં 3 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળી ચુક્યા છે.

જેકી ચેન

ઓસ્કરથી લઈને આસિયાન સુધીના એવોર્ડ જીતી ચુકેલો જેકી ચેન કમાણીના મામલામાં છઠ્ઠા નંબર પર છે. એક્શન હીરો તરીકે જાણીતા જેકી ચેનની કુલ નેટવર્થ 52 કરોડ ડૉલર એટલે કે આશરે 4200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.