26th January selfie contest

'અવતાર 2'માં 73 વર્ષની અભિનેત્રીએ ભજવી 14 વર્ષની છોકરીની ભૂમિકા, આ છે કારણ

PC: topchand.com

જેમ્સ કેમેરુનની ફિલ્મ 'અવતાર 2' ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી અને સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી રહી છે. તેર વર્ષ પહેલાં, લોકોએ સ્ક્રીન પર પહેલીવાર જેમ્સનો બનાવેલો અદ્ભુત સંસાર સ્ક્રીન પર જોયો હતો, જેનું નામ હતું પંડોરા. 'અવતાર'ની સિક્વલ 'અવતારઃ ધ વે ઓફ વોટર'માં પબ્લિક એકવાર ફરી પંડોરામાં ડૂબકી મારી રહી છે.

પંડોરામાં રહેતા નાવી લોકોની કહાની સિક્વલમાં આગળ વધી રહી છે. આ વખતે પાત્રો વધી ગયા છે. પહેલી ફિલ્મના લીડ કપલ જેક સલી અને નેતિરી, માતા-પિતા બની ગયા છે અને કહાની હવે પંડોરામાં એક નવો સંઘર્ષ લઈને આવી રહી છે. પોતાની ફિલ્મ મેકિંગ સ્ટાઈલમાં કોઈ જાદુગરની જેમ કામ કરનારા ડાયરેક્ટર જેમ્સ કેમરુને એક એવું કારનામું કર્યું છે. જેના વિશે જો તમને પહેલાથી ખબર નહીં હોય, તો તમે વિશ્વાસ જ નહીં કરશો. જેક અને નેતીરીના બાળકોમાંથી એકનું પાત્ર 73 વર્ષની ફેમસ અભિનેત્રી સિગોર્ની વીવરે ભજવ્યું છે. ચાલો અહીં તમને જણાવીએ 'અવતાર 2'મા આ રસપ્રદ કાસ્ટિંગનો આખો મામલો.

'અવતાર 2'મા જેક અને નેતિરીના ચાર બાળકો છે. ચારમાંથી ત્રણ બાળકોના બાયોલૉજિકલ માતા-પિતા તેઓ જ છે, જ્યારે તેમની એક દીકરીને દત્તક લેવામાં આવી હોય છે. તેનું નામ કિરી છે અને તે 'અવતાર 2'ના સૌથી મહત્ત્વપૂર્ણ પાત્રોમાંથી એક છે. આ પાત્ર જ વીવર દ્વારા ભજવવામાં આવ્યું છે.

કિરીની બીજી એક બેકગ્રાઉન્ડ કહાની છે (આ સ્પૉઇલર નથી, પબ્લિક ઇન્ફોર્મેશન છે). 2009 વાળી 'અવતાર' જોનારાઓને યાદ હશે કે, આ ફિલ્મમાં અવતાર પ્રોગ્રામ પર કામ કરતા માનવીઓમાં એક્સો બાયોલોજીની એક ડૉક્ટર હતી ગ્રેસ ઓગસ્ટસ. 'હતી' એટલા માટે કારણ કે ફિલ્મના અંતમાં, ગ્રેસનું પાત્ર ઘાયલ થઈ જાય છે અને તેને બચાવવા માટે જેક નાવી લોકો પાસેથી મદદ લે છે. નેતિરીની માતા મોઆત, જે એક આધ્યાત્મિક નેતા છે, નાવી લોકોના જીવનના કેન્દ્ર 'એવા' સાથે જોડીને ગ્રેસને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળ નથી થતી.

14 વર્ષની કિરી, ગ્રેસની જ દીકરી છે (કેવી છે, તે ફિલ્મમાં જોશો) અને જેકે તેને દત્તક લીધી છે. 'અવતાર'માં સિગૉર્ની વીવરે ડૉક્ટર ગ્રેસ ઑગસ્ટસનું પાત્ર ભજવ્યું હતું. 'અવતાર 2'ના પબ્લિક ફૂટેજમાં આ પાત્રનો કેમિયો પણ દેખાઈ રહ્યો છે. એટલે કે, વીવર 'અવતાર 2'માં બે પાત્રો ભજવી રહી છે.

કેમરુન જે ટેકનિકથી ફિલ્મ શૂટ કરે છે તેને પરફોર્મન્સ કેપ્ચર કહેવામાં આવે છે. આમાં, મોશન કેપ્ચરની સાથે-સાથે અભિનેતાના ઇમોશન અને ચહેરાના હાવભાવ પણ પૂરી ડિટેલમાં રેકોર્ડ થાય છે, જે ફિલ્મમાં CGIથી બનેલા પાત્રો જોવા મળે છે. એટલે કે, કેમરુનને કિરી માટે એક એવા કલાકારની જરૂરત હતી જે 14 વર્ષની છોકરીના હાવભાવ પણ પરફેક્ટલી એક્ટ કરી શકે અને તેની બોડી લેંગ્વેજ પણ.

કેમરુનના કામની રીતને જોતા આ અનોખી કાસ્ટિંગનું કારણ કંઈક બીજું લાગે છે. આ પરફોર્મન્સ સિગૉર્ની વીવર પાસે કરાવવાનું કારણ કદાચ એ રહ્યું હોય કે, ગ્રેસનું કનેક્શન એવા સાથે જોડાયેલું હતું અને એવા સાથે જ કિરીનું કનેક્શન પણ છે. આ ડાયનામિકને તો વીવર વધુ સારી રીતે સમજે જ છે અને અભિનયની બાબતમાં તો તે એક જાણીતી પરફોર્મર છે જ.

કિરીના રોલમાં વીવરની સામે સૌથી મોટો પડકાર એ હતો કે, તેણે 14 વર્ષની છોકરીની જેમ રિએક્ટ કરવાનું હતું. આ પ્રકારના પાત્ર માટે બાળપણ વાળા ચેનચાળા જોઈએ. આ સાથે જ, કલાકારને બાળકોના એ દૃષ્ટિકોણ વિશે પણ સારી સમજ હોવી જોઈએ જ્યાંથી બાળકો વસ્તુઓને જુએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp