‘આદિપુરુષ’ની આ 8 મોટી ભૂલો, શું ડૂબાડી દેશે ફિલ્મને?

ઓમ રાઉતની ‘આદિપુરુષ’ આખરે થિયેટર સુધી પહોંચી ગઈ છે. ફિલ્મને લઇને જે આશાઓ હતી તેના પર મેકર્સ ખરા નથી ઉતરી શક્યા. ભગવાન રામની કથાની સાથે મેકર્સે જે એક્સપરીમેન્ટ્સ કર્યા છે એ લોકોને પસંદ ના આવ્યા. આથી, દર્શક તેની ખૂબ જ ટીકા કરી રહ્યા છે. દર્શકોએ ફિલ્મ જોઈ તેમા એવી ખામીઓ શોધી કાઢી છે, જેના પર કદાચ મેકર્સે ધ્યાન જ નથી આપ્યું.
મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’ રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મે લઇને જબરદસ્ત બઝ હતો. પરંતુ, ફિલ્મ પાસે જે આશાઓ હતી, તેના પર નિર્દેશક ઓમ રાઉત ખરા નથી ઉતર્યા. ફિલ્મના VFXની તો લાંબા સમયથી ટીકા થઈ રહી હતી. હવે ફિલ્મ આવ્યા બાદ લોકો વધુ ગુસ્સે થયા છે. ભગવાન રામની કથાની સાથે મેકર્સે જે એક્સપરિમેન્ટ કર્યા છે તે લોકોને પસંદ નથી આવ્યા. તમે પણ જાણી લો તેના વિશે.
VFX આ ફિલ્મની યુએસપી બતાવવામાં આવી. પરંતુ, દર્શકોને આ VFX જરા પણ પસંદ ના આવ્યા. ઘણા દર્શક તેના VFX વર્કની ખૂબ જ ટીકા કરી રહ્યા છે.
માતા સીતા વનવાસ ગયા તો તેમણે શું ધારણ કર્યું હતું. તે રામાનંદ સાગરની રામાયણ જોઈને હવે આ દાયકાના બાળકો પણ જાણી ગયા છે. પરંતુ, ફિલ્મ ‘આદિપુરુષ’માં માતા સીતાની સાડીનો રંગ સફેદ બતાવવામાં આવ્યો છે, જે લોકોની નારાજગીનું કારણ બની.
નાના બાળકો પણ જાણે છે કે, રાવણની લંકા સોનાની હતી. પરંતુ, ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’માં સોનાની લંકાને કાળા કલરની બતાવવા પર મેકર્સ પર દર્શકો નારાજ થયા છે.
રાવણ સીતા માતાનું અપહરણ કરી તેમને પુષ્પક વિમાન દ્વારા લંકા લઈ જાય છે. ગ્રંથોમાં તો એવુ જ છે. પરંતુ, ‘આદિપુરુષ’માં રાવણ સીતા માતાને પુષ્પક વિમાનમાં નહીં પરંતુ, એક કાળા કલરના ચામરચીડિયા જેવા દેખાતા રાક્ષસી પક્ષીની સવારી કરાવીને લઈ જાય છે. આ સીન જોઈને પણ લોકો દ્વારા ‘આદિપુરુષ’ને ટ્રોલ કરવામાં આવી છે.
ફિલ્મમાં ભગવાન રામના ભાઈ, લક્ષ્મણની દાઢી અને રાવણની હેરસ્ટાઇલ પર પણ લોકોનો ગુસ્સો ફુટી નીકળ્યો છે. લોકો કહી રહ્યા છે કે, આ તો મજાક બનાવી દીધુ.
હનુમાન લંકા પહોંચ્યા તો સીતા માતાને પ્રણામ કરવાને બદલે તેઓ છાતી પર હાથ મુકીને સલામ કરતા દેખાય છે. તેમજ, પાછા જતી વખતે જ્યારે સીતા માતા તેમને ઓળખ તરીકે નિશાની આપે છે તે ચૂડામણિને બદલે કડુ આપે છે.
આ ફિલ્મમાં ખૂબ જ ખરાબ ડાયલોગ્સ છે, જે રામાયણની ભાષાને અનુરૂપ પણ નથી. હનુમાનજીને ઇન્દ્રજીત પકડીને રાવણની પાસે લઈ જાય છે, ત્યારે રાવણ પોતાના દીકરાને કહે છે- કોઈ ઔર કામ ધંધા નહીં હૈ જો બંદર પકડ રહે હો. કામ ધંધા... આ ભાષા ત્રેતા યુગમાં બોલાતી હતી? તેમજ રાવણના રાક્ષસ, હનુમાનજીને કહે છે- યે તેરી બુઆ કા બગીચા થોડી હૈ. તેમજ હનુમાનજી પણ રામને કહે છે- જો બહનો કો હાથ લગાએગા ઉસકી લંકા લગા દેંગે. હનુમાનજીના આ ડાયલોગ્સને લઇને પણ ટીકાઓ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp