સીમા-સચિનની લવસ્ટોરી પર બનશે ફિલ્મ, ઓડિશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

PC: tricitytoday.com

પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બંનેની લવસ્ટોરીની ચર્ચા ભારતથી લઈને પાકિસ્તાન સુધી થઈ રહી છે. સીમા હવે એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે, દરેક તેના વિશે જાણવા માંગે છે. જો કે ઘણા લોકો તેની વિરુદ્ધ છે, પરંતુ ભારતમાં ઘણા લોકો તેનું સમર્થન પણ કરી રહ્યા છે. આ દરમિયાન સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ 'કરાચીથી નોઈડા' છે, જેના માટે દેશભરમાં ઓડિશન શરૂ થઈ ગયા છે.

પાકિસ્તાનથી પોતાના પ્રેમ માટે ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ માટે ઓડિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

વાયરલ વીડિયોમાં બે પાત્રો દેખાઈ રહ્યા છે. એક છોકરી અને એક છોકરો, બંને ફોન પર વાત કરી રહ્યા છે અને બેનર પાછળ 'કરાચી થી નોઈડા' લખેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સચિન અને સીમાના પ્રેમ પર આધારિત છે અને ફિલ્મનું નામ 'કરાચી ટુ નોઈડા' છે. સમાચારોનું માનીએ તો ફાયરફોક્સ પ્રોડક્શન હાઉસ તરફથી ઓડિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, કરાચીથી નોઈડાનું નિર્દેશન નિર્દેશક-નિર્માતા અમિત જાની કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઓડિશનનો વીડિયો સામે આવતા જ તે વાયરલ થવા લાગ્યો અને લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું, 'સીમાના નામ પર ઘણા લાલ કમાણી કરીને 'લાલ' થવા જઈ રહ્યા છે.' નીતિન નામના યુઝરે લખ્યું, 'સીમા હૈદરના રોલ માટે સીમા હૈદર જ પરફેક્ટ હશે.' અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું, 'હવે શું બાકી રહી ગયું છે જોવા માટે?' વેદાંત નામના યુઝરે લખ્યું, 'મિત્રો, સવાલ એ હતો કે, સચિનના પાડોશીનો પણ ફિલ્મમાં રોલ છે કે નહીં?'

શીખાએ લખ્યું, 'પડોશી આન્ટીનો રોલ ઓરિજિનલ હોવો જોઈએ, એની જેવું કોઈ નહી કરી શકશે.' નારાયણ નામના યુઝરે લખ્યું, 'જો સચિનને ટ્રોલ કરતા પાડોશીનો કોઈ રોલ નહીં હોય તો અમે ફિલ્મ બિલકુલ જોઈશું જ નહીં. ' બીજાએ લખ્યું, 'સચિનની પાડોશી આન્ટીની ભૂમિકા કોણ ભજવે છે તે જોવું રસપ્રદ છે. તે પ્રખ્યાત ડાયલોગ 'લપ્પુ સા સચિન હૈ' જોવા માંગુ છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp