નવાજુદ્ધીન પર તેની પત્નીએ લગાવ્યો રેપનો આરોપ, વીડિયોમાં રડતા રડતા બોલી..

PC: Iindia.com

બોલિવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકીનો પારિવારિક મામલો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને કારણે બંને ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ નવાઝની પત્ની આલિયા સિદ્દીકીએ એક વીડિયો અને ઘણી તસવીરો શેર કરીને મોટો ખુલાસો કર્યો છે.

હાલમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આલિયા સિદ્દીકીએ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નવાઝુદ્દીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રડી રહી છે. આલિયા રડીને પોતાનું દર્દ કહી રહી છે. આ વીડિયોમાં આલિયા કહી રહી છે કે તેનો પતિ નવાઝુદ્દીન તેની પાસેથી તેના બાળકો છીનવી લેવા માંગે છે. આ વીડિયો પોસ્ટ કરતા આલિયાએ લખ્યું, એક મહાન અભિનેતા જે ઘણીવાર મહાન માનવ બનવાની કોશિશ કરે છે. મારા માસુમ બાળકને નાજાયજ ગણાવનાર તેની નિર્દય માતા અને આ ઘટિયા માણસ ચૂપ રહે છે - ગઈકાલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેની સામે પુરાવા સાથે બળાત્કારની ફરિયાદનોંધાવી હતી. ગમે તે થાય, હું મારા નિર્દોષ બાળકોને આ નિર્દય હાથોમાં જવા નહીં દઉં.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં આલિયા પોતે શરૂઆતથી જ કેટલી મુશ્કેલીનો સામનો કરી રહી છે તેની વાત કરી રહી છે.આલિયા કહી રહી છે કે નવાઝે ક્યારેય તેણીને પોતાની પત્ની તરીકે માની જ નથી, પરંતુ મેં હમેંશા નવાઝને મારો પતિ માન્યો હતો. પરંતુ  બાળકો માટે હું આ કોઇ કાળે સહન નહીં કરુ.

 
 
 
View this post on Instagram

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આલિયા સિદ્દીકી રડતી જોવા મળી રહી છે. સાથે જ આલિયાએ નવાઝ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં આલિયા સિદ્દીકીએ નવાઝુદ્દીન સિદ્દીકી વિશે કહ્યું છે કે,નવાઝે ગઈ કાલે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે કે તે બાળકોની કસ્ટડી જોઇએ છે. 

આલિયા કહી રહી છે કે નવાઝ પોતાના પાવરમાં એટલો અંધ બની ગયો છે કે તેને કોઇ વાત સમજ જ નથી આવતી. મારા એક બાળકને ખબર જ નથી કે બાપ શું હોય છે, એવા સંજોગોમાં મારું બાળક તેની સાથે કેવી રીતે રહી શકશે? મારા બાળકો  હજુ પણ મને પકડીને જ સુવે છે.

આલિયાએ કહ્યું કે, તું પૈસાથી કદાચ બધું ખરીદી શકતો હશે, પરંતુ મારા બાળકોને મારાથી નહીં છીનવી શકે. આલિયાએ કહ્યુ કે, નવાઝને આજ સુધી બાળકોને ડાયપર પહેરાવતા નથી આવડતું, એ બાળકોની કાળજી કેવી રીતે લેશે? હવે મારા બાળકોને નવાઝ ચોરી કરવા માંગે છે. આલિયાએ આરોપ લગાવતા કહ્યું કે, નવાઝ એક કાયર પિતા છે. તે પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. વીડિયોમાં આલિયા ભાવૂક થતી નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp