આમિર ખાને સાઉથનો રસ્તો કર્યો, ‘RRR’ અને ‘KGF’ના દિગ્ગજો સાથે મિલાવ્યા હાથ

બોલિવુડના સુપરસ્ટાર આમિર ખાનને મોટો ઝાટકો લાગ્યો હતો, જ્યારે તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી કારણ કે, આ ફિલ્મથી ફક્ત મેકર્સ જ નહીં, પણ આમિર ખાનને પોતાને પણ ઘણી આશા હતી, જેના પર ફિલ્મ ખરી ન ઉતરી. ગયા વર્ષે 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આમિર ખાનની આ ફિલ્મનું બજેટ લગભગ 180 કરોડ રૂપિયા હતું, પણ તેની અમુક કમાણી તેના બજેટને ટચ કરવામાં સફળ ન થઇ શકી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન ફક્ત 145 કરોડ રૂપિયાની આસપાસ જ રહ્યું છે.

એવામાં આમિર ખાને ગયા વર્ષે જ પોતાના એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, તે હવે ફિલ્મોમાંથી બ્રેક લેવા માગે છે અને પોતાના પરિવારની સાથે થોડો સમય વિતાવવા માગે છે, પણ જે કલાકારે પોતાનું આખુ જીવન ફિલ્મોને નામ જ કર્યું હોય, તે ઘરે આરામથી કઇ રીતે બેસી શકે.

હવે ખબરો આવી રહી છે કે, આમિર ખાન નવા વર્ષમાં બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરવા જઇ રહ્યો છે. તેના માટે તેણે એક જોરદાર પ્લાન બનાવ્યો છે. આમિર ખાને સાઉથના બે દિગ્ગજો સાથે હાથ મિલાવ્યો છે, જે રીતે શાહરૂખ ખાને ફિલ્મ 'જવાન' માટે એટલી કુમાર સાથે હાથ મિલાવ્યો છે. અહીં શાહરૂખ ખાનનું નસીબ પણ દાંવ પર લાગ્યું છે, કારણ કે, ફિલ્મ 'જવાન'થી તેને ઘણી આશા છે.

ન્યુઝ એજન્સી અનુસાર, ‘KGF’ના ચેપ્ટર 1 અને 2ના નિર્દેશક પ્રશાંત નીલે પોતાની ફિલ્મ માટે જૂનિયર NTRની સાથે બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનને લેવાની યોજના બનાવી છે. તેના નજીકના સૂત્રોએ આ જાણકારી આપી છે. પ્રશાંત નીલ અને જૂનિયર NTR પહેલેથી જ પોતાના પ્રોજેક્ટની ઘોષણા કરી ચૂક્યા છે. ટીમ જૂનિયર NTRના વિપરિત ભૂમિકા માટે આમિર ખાન પર વિચારી રહ્યા છે. આ પરિયોજના આગામી વર્ષે શરૂ થવાની સંભાવના છે.

વર્તમાનમાં, પ્રશાંત નીલ બાહુબલી ફેમ પ્રભાસ અભિનિત સાલારમાં વ્યસ્ત છે. સૂત્રોનું કહેવું છે કે, હવે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનના કામમાં લાગ્યા છે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ પ્રશાંત નીલ અને જૂનિયર NTR પોતાના જાયન્ટ વેન્ચરની ઘોષણા કરશે. નીલના નજીકના સૂત્રોએ આ ખબરની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે, ફિલ્મ પ્રમુખ અખિલ ભારતીય રીલિઝ થવા જઇ રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.