26th January selfie contest

આમીર ખાન ડિવોર્સ પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે..

PC: indiatimes.com

આમીર ખાને હાલમાં જ ખુલાસો કર્યો છે કે ડિવોર્સ થવા છતાં તે પોતાની પત્નીઓની ખૂબ નજીક છે અને તેમને પૂરો સમય આપે છે. આમીર પ્રયત્ન કરે છે કે દર અઠવાડિયે તે પોતાની પત્ની રીના અને કિરણને મળે.

કરણ જોહરનો શો કોફી વીથ કરણ શરૂ થઈ ગયો છે. આ ટોક શો ના અત્યારસુધી ત્રણ એપિસોડ રીલિઝ થઈ ચુક્યા છે અને ચોથો રીલિઝ માટે તૈયાર છે. આ વખતે  શો માં આમીર ખાન અને કરીના કપૂર હાજરી આપવાના છે. શો માં આમીરના જીવનથી જોડાયેલા ઘણા રાઝ સામે આવવાના છે. સાથે જ કરીનાના જીવનને લઈને પણ વાતો સામે આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આમીર પોતાના લગ્નજીવનને લઈને પણ વાત કરવાના છે.

દર અઠવાડિયે પત્નીઓને મળવા જાય છે આમીર ખાન

બોલિવુડ અભિનેતા આમીર ખાન આ વખતે કોફી વીથ કરણમાં પોતાની પૂર્વ પત્નીઓ કિરણ અને રીનાની સાથે પોતાના સંબંધો વિશે વાત કરતા જોવા મળશે. શો માં તેણે કહ્યું છે કે તે બંનેની સાથે સંપર્કમાં છે અને તેમને મળતા પણ રહે છે. આમીર ખાને કહ્યું કે મારા મનમાં એ બંને માટે ઘણું સમ્માન છે. અમે લોકો હંમેશા એક પરિવાર જ રહીશું. તેણે એ પણ કહ્યું કે અમે બધા અઠવાડિયામાં એક વખત એકસાથે મળીએ છીએ, ભલે અમે કેટલા પણ વ્યસ્ત હોઈએ. એકબીજા માટે સાચી કાળજી, પ્રેમ અને સમ્માન છે.

આમીર ખાનનું લગ્નજીવન

તમને જણાવી દઈએ કે આમીર ખાનની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે. ફિલ્મોમાં આવવા પહેલા જ આમીર ખાને રીના સાથે લગ્ન કરી લીધા હતા. સારી રીતે તાલમેળ ન મળ્યા પછી આમીર ખાને રીનાથી ડિવોર્સ લઈ લીધા હતા. ડિવોર્સ લીધા બાદ અભિનેતાએ વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. 15 વર્ષ એક સાથે રહ્યાં પછી બંનેએ વર્ષ 2021 માં એકબીજાથી ડિવોર્સ લીધા. બંનેએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે અને તે પોતાના દિકરા આઝાદ રાવ ખાનનો એકસાથે મળીને ઉછેર કરશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp