53 વર્ષની ઉંમરે પ્રેમની શોધમાં અનુ અગ્રવાલ, પ્રેમ અને સેક્સને એક બરાબર નથી સમજતી

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ આશિકીથી રાતો-રાત હિટ થઈ ગયેલી અભિનેત્રી અનુ અગ્રવાલ હાલના દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. અભિનેત્રી ઘણા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ તે પોતાના નિવેદનોને લઈને તેમજ અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અનુ અગ્રવાલ ઉંમર 53 વર્ષની છે. આ ઉંમરે તે હવે પ્રેમની શોધ કરી રહી છે. અભિનેત્રીએ હાલમાં જ એક મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યું હતું. આ ઈન્ટરવ્યુમાં તેણે પોતાના અંગત જીવનને લઈને ઘણી બધી વાતો કરી.

પોતાની લવ લાઈફ વિશે વાત કરતા અનુ અગ્રવાલે કહ્યું કે, તે સાચા પ્રેમની ઘણા સમયથી શોધ કરી રહી હતી. જો કે, અભિનેત્રી પ્રેમને સેક્સથી અલગ માને છે. અનુ અગ્રવાલનું કહેવું છે કે, તે ફરીથી પ્રેમ મેળવવા માટે તૈયાર છે પરંતુ તે કહે છે કે, તે હવે સિંગલ સ્ટેટસથી પણ ખૂબ જ સંતુષ્ટ છે. અનુ અગ્રવાલે કહ્યું કે, મારી આશિકીને શું થઈ ગયું… હું ખૂબ જ ખૂલી વ્યક્તિ છું. હું ખૂબ જ ખુલ્લા વિચારો વાળી છું. પ્રેમની વાત કરીએ તો, ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ જ નથી જાણતું. મને બાળકો પાસેથી ખૂબ જ પ્રેમ મળે છે. આ તેમનો પ્રામાણિક અને નિર્દોષ પ્રેમ છે.

અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'મારા પ્રેમની જરૂરત એક અલગ રીતે પૂરી થાય છે, તે શારીરિક સંબંધ જરા પણ નથી... તે તો ક્યારે પૂરું થઈ ગયું... આને પ્રેમ નહીં કહેવાય. પ્રેમની માન્યતાને બદલવાની જરૂરત છે. પ્રેમને નાનામાં નાના ઇશારાથી અનુભવી શકાય છે. તેના વિશે ખૂબ સ્પષ્ટવક્તા અથવા ભવ્ય બનવાની જરૂરત નથી. આપણે પુનર્વિચાર કરવાની જરૂરત છે.' આ સિવાય અનુ અગ્રવાલે બીજી પણ ઘણી બધી વાતો કરી છે.

ઇન્ડિયન આઇડલ વિવાદ

અનુ અગ્રવાલ હાલમાં જ ઈન્ડિયન આઈડલ શોમાં જોવા મળી હતી. આ પછી તેણે ફરિયાદ પણ કરી હતી કે, શોએ તેના સીન કાપી નાખ્યા છે. આને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. અનુએ ચેનલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, હું સ્ટેજ પર ગઈ અને લોકો તાળીઓ પાડવા લાગ્યા. આ સંપૂર્ણ કૃતજ્ઞતા હતી. હું ભગવાન વિશે વિચારી રહી હતી. કુમાર સાનુએ તાળીઓ પાડી, બધા ઉભા થયા અને તાળીઓ પાડી. આ બધું ડિલીટ કરી  નાખવામાં આવ્યું. હું ડિફેન્સિવ ઝોનમાં નથી જવા માંગતી. ચેનલને પણ આ માટે દોષ આપવાની મારી ઈચ્છા નથી. હું સેલ્ફ મેડ અને સેલ્ફ હીલ ગર્લ છું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.