ઐશ્વર્યા પાસે રૂપિયા વધારે કે અભિષેક પાસે, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ?

PC: indiafeeds.org

ઐશ્વર્યા રાય બચ્ચને છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કરોડોની પ્રોપર્ટી બનાવી લીધી છે. તેની નેટવર્થ પતિ અભિષેક બચ્ચન કરતાં અનેક ગણી વધારે છે. ઐશ્વર્યા પાસે દેશ-વિદેશમાં કરોડો રૂપિયાના આલીશાન ઘરો છે અને તેના કલેક્શનમાં ઘણી મોંઘી કારનો પણ સમાવેશ થાય છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની એક્ટિંગ જ નહીં, લોકો તેની સુંદરતાના પણ દીવાના છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1997માં ફિલ્મ ઈરુવરથી કરી હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ઐશ્વર્યા રાયે એક થી એક સુપરહિટ ફિલ્મો આપી છે. આટલા વર્ષોની કારકિર્દીમાં ઐશ્વર્યા રાયે પોતાની મજબૂત નેટવર્થ બનાવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ઐશ્વર્યાની સંપત્તિ પતિ અભિષેક બચ્ચન કરતા પણ વધુ છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ 100 મિલિયન ડોલર છે. ભારતીય ચલણ અનુસાર તેમની પાસે 826 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે, અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ 203 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઐશ્વર્યા માત્ર ફિલ્મોમાંથી જ નહીં પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ મોટી કમાણી કરે છે.

ઐશ્વર્યા રાય એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે. તે માત્ર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી એક વર્ષમાં 80 થી 90 કરોડની કમાણી કરે છે. ઐશ્વર્યા રાય બચ્ચન કોઈપણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ શૂટ માટે રોજના 6 થી 7 કરોડ રૂપિયાની ફી લે છે. તે ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો ચહેરો છે.

ઐશ્વર્યા રાય બચ્ચન પાસે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 5 BHK એપાર્ટમેન્ટ છે. તેણે તેને વર્ષ 2015માં ખરીદ્યું હતું, જેની કિંમત 21 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઐશ્વર્યા રાય પાસે મુંબઈના વરલીમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. તેની કિંમત લગભગ 41 કરોડ રૂપિયા છે. આ સિવાય અભિનેત્રી પાસે દુબઈના સેન્ચ્યુરી ફોલ્સમાં એક વિલા છે જેની કિંમત 15.6 કરોડ રૂપિયા છે.

અભિનેત્રીને લક્ઝરી કારનો શોખ છે. તેની પાસે 7.95 કરોડની રોલ્સ રોયસ ઘોસ્ટ છે, જે તેણે થોડા વર્ષો પહેલા ખરીદી હતી. આ સિવાય ઐશ્વર્યા રાયના કાર કલેક્શનમાં 2.33 કરોડની કિંમતની Lexus LX 570 અને Audi A8 L, જેની કિંમત 1.56 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp