ફર્શ તોડ્યું, 6 ફૂટ જમીન ખોદી, પછી બોક્સની અંદર નીકળ્યું એક્ટરનું શવ
લગભગ 4 મહિના અગાઉ ગુમ થયેલા એક એક્ટરનું શવ મળ્યું છે. તેને લાકડીના બોક્સમાં રાખીને 6 ફૂટ નીચે જમીનમાં દફનાવી દેવામાં આવ્યું હતું, પછી ઉપરથી કોન્ક્રિટનું ફર્શ બનાવી દેવામાં આવ્યું હતું. હાલમાં જ પોલીસે ફર્શ તોડીને શવ બહાર કાઢ્યું. તપાસમાં ખબર પડી કે એક્ટરના બંને હાથ બાંધેલા હતા અને ગળામાં દોરડાના નિશાન હતા. પહેલી નજરમાં એક્ટરની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, અત્યારે તપાસ ચાલી રહી છે અને આ ઘટના બ્રાઝીલની છે.
44 વર્ષીય બ્રાઝિલિયન એક્ટર જેફર્સન મચાડો જાન્યુઆરીમાં રિયો ડી જાનેરિયો સ્થિત પોતાના ઘરથી ગુમ થયો હતો. ગત સોમવારે તેમનું શવ પાડોશીના ઘરના કમ્પાઉન્ડમાંથી મળ્યા બાદ હાહાકાર મચી ગયો. તેને ઘણા ટી.વી. શૉમાં એક્ટર તરીકે કામ કર્યું હતું. સ્ટેજ શૉ, પ્રોડક્શન અને સેટ ડિઝાઇનમાં પણ સારું એવું નામ કમાયું હતું. જેફર્સને પત્રકારત્વ અને સિનેમામાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. પોલીસ દ્વારા રીલિઝ કરવામાં આવેલા વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે, કેવી રીતે કમ્પાઉન્ડની જમીન ખોદીને જેફર્સનના શવને બહાર કાઢવામાં આવ્યું.
શવ લાકડીના એક બોક્સમાં બંધ હતું અને ઘણી હદ સુધી સડી ચૂક્યું હતું. ફોરેન્સિક એક્સપર્ટ્સે અવશેષો (આંગળીઓ) દ્વારા તેની ઓળખ કરી. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ સૌથી પહેલા કોન્ક્રિટનું ફર્શ તોડવામાં આવ્યું, પછી જમીન ખોદવામાં આવી, ત્યારબાદ 6 ફૂટ ઊંડાઈથી બોક્સમાં બંધ શવને બહાર કાઢવામાં આવ્યું. આ કેસમાં જેફર્સનના પરિવારના વકીલ જાઇરોએ કહ્યું કે, શવના હાથ બાંધેલા હતા અને ગળું એક ધાતુના તારથી લપટેલું હતું. તેનાથી ખબર પડે છે કે હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી.
તેણે કહ્યું કે, જો કે, અમે અત્યારે પણ મોતના કારણોના ફાઇનલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. જેફર્સનનું શરીર સડવાની સ્થિતિમાં હતું. શવ પર કંઈં તરલ પદાર્થ નાખવામાં આવ્યો હતો. જેથી દુર્ગંધ ન આવે. ગુરુવારે શવ પરીક્ષણમાં મોતના કારણનો ખુલાસો થઈ શક્યો નહોતો કેમ કે બોડી ઘણી બધી સડી ચૂકી હતી. હવે આગળની તપાસની રાહ જોવાઇ રહી છે. રિપોર્ટ મુજબ, જેફર્સનનું શવ Campo Grande એરિયાના જે ઘરમાંથી મળ્યું તેના માલિકે જણાવ્યું કે, તેણે આ ઘર ખૂબ પહેલા એક વ્યક્તિને ભાડાથી આપ્યું હતું, પરંતુ હવે તે ગુમ થઈ ગયો છે.
જેફર્સન અને ભાડૂત એક-બીજાને જાણતા હતા અને ક્યારેક ક્યારેક તેમની વચ્ચે વાત પણ થતી હતી. હાલમાં પોલીસ ભાડૂતની તપાસ કરી રહી છે. એક્ટરની માતા મારિયા ડોરેસે જણાવ્યું કે તેણે છેલ્લી વખત 29 જાન્યુઆરીના રોજ પોતાના દીકરા સાથે વાત કરી હતી. ત્યારે જેફર્સને કહ્યું હતું કે તે રિયો ડી જાનારિયો થી સોઓ પાઉલો શહેર નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છે. આ દરમિયાન તે ત્યાં એક મિત્રને ત્યાં રોકાશે, પરંતુ ત્યારબાદ જ તેનો ફોન બંધ આવવા લાગ્યો.
થોડાક મેસેજ જરૂર આવ્યા, પરંતુ તેની સ્પેલિંગ ખોટી રહેતી હતી. એવામાં શંકા ગાઢ થવા લાગી. જ્યારે માતાએ વીડિયો કોલ કરવાની જિદ્દ કરી તો ફોન હંમેશાં માટે બંધ થઈ ગયો અને તેનું લોકેશન પણ ઓફ થઈ ગયું. ત્યારબાદ માતાએ જેફર્સનને લઈને પોલીસ સાથે સંપર્ક કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp