કાયદાકીય દાવપેચમાં પડ્યો રાણા દગ્ગુબાતી, ધમકાવીને પ્રોપર્ટી...

PC: indiatoday.in

ફિલ્મ બાહુબલીના ભલ્લાલ દેવ એટલે કે એક્ટર રાણા દગ્ગુબાતી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તેને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. એક્ટર રાણા દગ્ગુબાતી અને તેના પિતા સુરેશ બાબૂ પર જમીન પચાવી પાડવાનો કેસ નોંધાયો છે. હૈદરાબાદના બિઝનેસમેન પ્રમોદ કુમારે એક્ટર અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ્સ મુજબ, એક્ટર રાણા દગ્ગુબાતી અને તેના પિતા સુરેશ વિરુદ્ધ પોલીસ કેસ નોંધાવવામાં આવ્યો છે. હૈદરાબાદના ફિલ્મ નગરમાં પ્રમોદ કુમારે આ કેસ નોંધાવ્યો છે.

તેનું કહેવું છે કે રાણા અને તેના પિતાએ ગુંડાઓની મદદથી તેની પાસેથી પ્રોપર્ટી ખાલી કરાવી છે. બંનેએ તેને ધમકી પણ આપી હતી. રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2014માં હૈદરાબાદની ફિલ્મ સિટી નજીક પોતાની જમીન રાણા દગ્ગુબાતી અને સુરેશ બાબૂએ પ્રમોદ કુમાર નામના બિઝનેસમેનને હોટલ માટે લીઝ પર લીધી હતી. કથિત રીતે રાણા દગ્ગુબાતીના પિતા સુરેશે પોતાની એ જમીન વેચવાનો નિર્ણય લીધો, જેના કારણે સુરેશ બાબૂએ જમીન ખાલી કરવા માટે પ્રમોદ કુમારે 5 કરોડ રૂપિયાની રકમ પણ ચૂકવી.

ત્યારબાદ જમીન ખાલી કરવાનો પ્રમોદે ના પાડી દીધી, જેના પર તેની વિરુદ્ધ જમીન ખાલી ન કરવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. હવે પ્રમોદ કુમારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પ્રમોદ કુમારે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેને 5 કરોડ રૂપિયાની કોઈ પ્રકારે ચૂકવણી કરવામાં આવી નથી. સાથે જ એવો પણ આરોપ લગાવ્યો કે રાણા દગ્ગુબાતી અને સુરેશ બાબૂએ તેને જમીન ખાલી કરવા માટે ધમકાવ્યો પણ છે. એવામાં જમીન પચાવી પાડવાના કેસને લઈને પ્રમોદ રાણા દગ્ગુબાતી અને સુરેશ બાબૂ વિરુદ્ધ કોર્ટ જવાનો નિર્ણય લીધો છે.

કેસ નોંધી લેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તેના પર જલદી જ કાર્યવાહી થશે. રાણા દગ્ગુબાતી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો સ્ટાર હોવા સાથે-સાથે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. તેમને સાઉથ સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ગત વખત તે ફિલ્મ 'હાથી મેરે સાથી'માં નજરે પડ્યો હતો. જલદી જ રાણા, નેટફ્લિકસની નવી વેબ સીરિઝ 'રાણા નાયડુ'માં નજરે પડશે. આ એક ક્રાઇમ થ્રીલર વેબ સીરિઝ છે, જેનું ટીઝર પહેલા જ રીલિઝ થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp