નાની ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરવામાં અભિનેતાઓને શરમ નથી આવતી: રત્ના પાઠક
બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસિરુદ્દીન શાહના પત્ની અને પોતાના અભિનયથી છવાઇ ગયેલા રત્ના પાઠક શાહે એક ઇન્ટરવ્યૂમાં પુરુષ અને મહિલા કલાકારો વચ્ચે ઉંમરના અંતર વિશે ખુલીને વાત કરી હતી. તમે સિરિયલોમાં જુઓ કે ફિલ્મોમાં રત્નનો અભિયન હમેંશા લાજવાબ હોય છે.
રત્ના પાઠક આ દિવસોમાં ફિલ્મ 'ધક ધક'ને લઈને ચર્ચામાં છે. તે તેની સહ કલાકારો દિયા મિર્ઝા, ફાતિમા સના શેખ અને સંજના સાંઘી સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. રત્નાએ થિયેટર, ટેલિવિઝન અને સિનેમા જેવા માધ્યમોમાં લાંબા સમયથી અભિનય કારકિર્દી કરી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણીએ બોલિવુડમાં વયવાદ અને સ્ક્રીન પર એકબીજા સાથે રોમાંસ કરતા પુરુષ અને સ્ત્રી કલાકારો વચ્ચેની ઉંમરમાંતફાવત વિશે ખુલીને વાત કરી હતી.
ફિલ્મી દુનિયામાં, અભિનેતાઓ તેમની કરતાં અડધી ઉંમરની અભિનેત્રીઓ સાથે સ્ક્રીન પર રોમાન્સ કરે છે, જેના માટે તેમને ક્યારેક ટ્રોલ પણ થવું પડે છે. આ મુદ્દા વિશે વાત કરતાં રત્નાએ કહ્યું કે, જ્યારે તેમને રોમાન્સ કરવામાં શરમ નથી આવતી ત્યારે હું શું કહું? એ અભિનેતાઓને તેમની દીકરીની ઉંમર કરતા પણ નાની અભિનેત્રીઓ સાતે રોમાનાસ કરવામાં કોઇ શરમ આવતી નથી, એટલે મારી પાસે કહેવા માટે કશું નથી. મારો મતલબ છે કે આ શરમની વાત છે.
મહિલાઓ વિશે સમાજ અને સિનેમાંની ધારણમાં સંભવિત બદલાવ વિશે વાત કરતા આ દિગ્ગજ અભિનેતીએ ક્હયું કે, પરિવર્તન આવશે, મને પુરો વિશ્વાસ છે. મહિલાઓ હવે બુરખા કે ઘુંઘટમાં રહેતી નથી. અમે મહિલાઓ આજે આર્થિક રીતે વધારે વ્યવહારુ છીએ.
રચના પાઠકે આગળ કહ્યુ કે, અમે કેટલીક સ્ટોરીઓને આગળ વધારીશું. જેને કારણે મહિલાઓ પોતોના રસ્તો જાતે બનાવશે. પાઠકે કહ્યુ કે, હા, એ વાત છે કે એ રાતોરાત થવાનું નથી, એમાં સમય લાગશે, પરંતુ નિશ્ચિત રીતે અમે અમારો રસ્તો બનાવીશું.
બદલાતા સમય સાથે મહિલાઓએ પોતાને અનુકુળ થવા પર રત્નાએ કહ્યું કે, ફિલ્મ 'ધક ધક' માટે 65 વર્ષની ઉંમરે હું બાઇક ચલાવતા શીખી. તેમણે કહ્યુ કે, મેં મારા સપનામાં ઘણી વખત બાઇક ચલાવી છે. હું બાઇકર્સને જોતી અને વિચારતી કે કોઈક દિવસ હું પણ બાઇક ચલાવીશ, પરંતુ મને ખબર નહોતી કે 65 વર્ષની ઉંમરે મારે બાઇક ચલાવવી પડશે.
ફિલ્મની વાત કરીએ તો ‘ધક ધક’ 13 ઓકટોબ, શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મની વાર્તા 4 મહિલાઓની આજુબાજુ વણાયેલી છે, જે પોતાની બહાદુરીથી પોતાની બાઇક પર દુનિયાના સોથી ઉંચા મોટરેબલ રોડ ટ્રિપ્સ પર નિકળે છે. આ ફિલ્મ ફ્રેડી અને શ્રીકાંત બશીર ફેમ તરુણ દુડેજા દ્વારા સહ-લેખનઅને ડિરેક્ટ કરવામાં આવી છે. પારિજાત જોશીએ પણ આ ફિલ્મનું સહ-લેખન કર્યું છે. તમને જાણીને નવાઇ લાગશે કે બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુની નિર્માતા તરીકે 'ધક ધક' સિનેમાઘરોમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp