
બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટી (AAP) નેતા રાઘવ ચડ્ઢા અંતે સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની સગાઈની પહેલી તસવીર છવાયેલી છે. જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. B ટાઉનની સુંદર હસીના પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની સગાઇમાં પ્રિયંકા ચોપડા પણ સામેલ થઈ હતી, જેની તસવીર વાયરલ થઈ રહી છે.
પરિણીતી ચોપડાએ પોતાની સગાઈ પર બોલિવુડના ફેમસ ડિઝાઇનર મનિષ મલ્હોત્રાનું આઉટફિટ પહેર્યું હતું.
પરિણીતી ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સગાઈની સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે રાઘવ ચડ્ઢાની બાથમાં રિંગ ફલોન્ટ કરતી નજરે પડી રહી છે. બોલિવુડ ડીવા પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના યુથ આઈકોન સાંસદ રાઘવ ચડ્ઢાની સગાઈ દિલ્હીના 400 વર્ષ જૂના કપૂરથલા હાઉસમાં થઈ છે.
બંનેની સગાઈમાં ઇન્ડસ્ટ્રીની ઘણી જાણીતી હસ્તીઓ અને રાજનીતિ જગતના દિગ્ગજ સામેલ થયા હતા. પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની સગાઈમાં નજીકના મિત્ર અને પરિવારના લોકો સામેલ થયા હતા.
રિપોર્ટ્સ મુજબ, એન્ગેજમેન્ટ સેરેમનીમાં 150 મહેમાન સામેલ થયા છે. રાઘવ ચડ્ઢા અને પરિણીતી ચોપડાએ સત્તાવાર પોતાની સગાઈના સમાચારને કન્ફર્મ કર્યા નથી,
પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી બંને મોટા ભાગે સાથે દેખાઈ રહ્યા હતા, ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢા લગ્ન કરવાના છે. બંનેના લગ્ન આ વર્ષના અંત સુધીમાં થવાની છે.
રિપોર્ટ્સ મુજબ પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની મિત્રતા ફિલ્મ ‘ચમકીલા’ની શૂટિંગ દરમિયાન થઈ હતી, ત્યારબાદ બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી ગઈ અને હવે લગ્ન થવાના છે.
એક રિપોર્ટ મુજબ, પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની સગાઈમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા.
મનિષ મલ્હોત્રા પણ મહેમાનોની જેમ ફંક્શનમાં કોટનના કુરતા પાયજામામાં નજરે પડ્યા. તેમણે સગાઈ સમારોહ માટે કાળા રંગનો કુરતો, સફેદ પાયજામો અને કાળા રંગની નેહરુ જેકેટ પહેરી હતી. બંને પક્ષોના ઘણા મહેમાન શનિવારે દિલ્હીમાં રાઘવ ચડ્ઢા અને પરિણીતી ચોપડાની સગાઈ સમારોહનો હિસ્સો બન્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp