રોઝલિન ખાને કેન્સર હોવાની વાત સાથે શેર કરતા લોકોએ કહ્યું- છેલ્લા જન્મનું કર્મ
એક્ટ્રેસ અને મોડેલ રોઝલિન ખાન મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. રોઝલિન કેન્સર જેવી ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે. તેને oligometastatic કેન્સર થયું છે. એક્ટ્રેસનો ઈલાજ ચાલી રહ્યો છે. રોઝલિને હવે પોતાની બીમારી અંગે વાત કરતા પોતાના દર્દને સૌની સાથે શેર કર્યું છે. રોઝલિને કહ્યું છે કે જ્યારે તેણે કેન્સર હોવાની જાણ લોકો સાથે શેર કરી તો તેને કેટલા ટોન્ટ સાંભળવા મળ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં રોઝલિને કહ્યું કે તે કેન્સરના ચોથા સ્ટેજમાં છે.
તેનું કેન્સર લિમ્ફ નોડ્સ દ્વારા સ્પાઈન સુધી ફેલાઈ ગયું છે. એક્ટ્રેસે કહ્યું કે તેને આ હાલતમાં ઘણો થાક લાગે છે. પરંતુ તે તેનું કંઈ કરી શકે તેમ નથી. જૂના દિવસોને યાદ કરતા રોઝલિનનું દર્દ છલકી ઉઠ્યું. તેણે કહ્યું- જ્યારે મને કેન્સર થયું તો મેં આ અંગે વાત કરવાની ઈચ્છા રાખી હતી. આથી મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. ઈન્ડિયામાં તેને લઈને ઘણો સ્ટીગ્મા છે. ત્રીજા કીમો સેશન પછી મારા તમામ વાળ ખરી પડ્યા હતા. પરંતુ લોકોનું રિએક્શન ઘણું અલગ હતું.
રોઝલિને કહ્યું કે જ્યારે તેણે પોતાના કેન્સર અંગે પોસ્ટ શેર કરી તો લોકોએ તેને ભદ્દી કોમેન્ટો કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ પોસ્ટ પર કોમેન્ટ્સ કરી કે- કેન્સર તારું કર્મા છે. આ તારા પાછળના જન્મનું કોઈ પાપ છે. રોઝલિન આગળ કહે છે કે- આપણે લોકોને આ અંગે જાગૃત કરવાની જરૂર છે કે આ એક બીમારી છે. તેને ધર્મ, ઉંમર અથવા ખરાબ વિચાર સાથે જોડશો નહીં. અમે કોવિડ-19 અંગે વાત તો કરીએ છે પરંતુ કેન્સર અંગે નથી કરતા. લોકોને હજુ પણ લાગે છે કે આ બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.
લોકોની ભદ્દી કોમેન્ટ્સ પર રિએક્ટ કરતા એક્ટ્રેસે કહ્યું- જો આપણે એક મહિલાની ઓળખ તેના વાળની લંબાઈથી કરીએ છે તો આપણે કંઈ રીતની સોસાયટીમાં જીવી રહ્યા છીએ. લોકો હંમેશા મહિલાની બોડીનો શેપ અને તેના વાળને લઈને એટલા ચિંતિંત રહે છે. કેન્સર જેવી બીમારીથી ઝૂઝવું કોઈ ડિઝર્વ નથી કરતું. રોઝલિને કહ્યું છે કે- જ્યારે તેને કેન્સર અંગે ખબર પડી તો તો તે તૂટી ગઈ હતી.
આ અંગે વાત કરતા એક્ટ્રેસે કહ્યું કે જ્યારે હું શરૂઆતમાં ડૉક્ટરને મળી તો મને અહેસાસ હતો કે હું મારા વાળ ગુમાવવાની છું. પરંતુ હવે આપણા ભારતમાં પણ એવી ઘણી ટ્રીટમેન્ટ છે, આ બીમારી મોતનો વેરિયન્ટ નથી. પરંતુ તમને સમય પર તેના અંગે ખબર પડી જવી ઘણું જરૂરી છે. મારા કેસમાં હું થોડી મોડી પડી હતી કારણ કે હું મારી બોડીને લઈને ઘણી કોન્ફિડન્ટ હતી. એક્ટ્રેસે કહ્યું કે કેન્સરથી પણ વધારે ખરાબ કીમોથેરપી હોય છે. રોઝલિને જણાવ્યું- કીમોના દરેક રાઉન્ડ પછી હું 6-7 દિવસો સુધી બેડ પરથી ઉઠી શકતી ન હતી. મીઠા સિવાય કોઈ વસ્તુનો સ્વાદ આવતો ન હતો. કીમો પછી હું લિક્વીડ ડાયેટ પર જ રહેતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp