અદાએ 'ધ કેરલા સ્ટોરી' વિવાદ પર મૌન તોડ્યું,પ્રોપોગેન્ડા બોલનારને આપ્યો જવાબ

અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના ટ્રેલરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ, જે 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જ્યાં કેટલાક કહી રહ્યા છે કે, તેઓ થિયેટરોમાં ફિલ્મ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક તેને વિવાદાસ્પદ અને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે 'કમાન્ડો' અભિનેત્રીએ લોકોના કેટલાક સવાલોના જવાબ આપ્યા છે અને જણાવ્યું છે કે, તેણે આ ફિલ્મ કેવી રીતે કરી અને પીડિત યુવતીઓએ પણ તેને મેસેજ કરીને આભાર પણ માન્યો હતો.
અદા શર્માએ મીડિયા સાથે 'ધ કેરલા સ્ટોરી' વિશે વાત કરી હતી. એક વીડિયો પણ શેર કર્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા તે વીડિયોમાં તે કહી રહી છે, 'અમારી ફિલ્મ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. પરંતુ તે ચોક્કસપણે આતંકવાદ વિરોધી સંગઠન છે. અમારી ફિલ્મ છોકરીઓને ડ્રગ્સ, મગજ ફેરવી નાખવું (બ્રેઇનવોશ), બળાત્કાર, માનવ-તસ્કરી, બળજબરીથી ગર્ભાવસ્થા અને લોકો દ્વારા વારંવાર બળાત્કાર કરવા વિશે છે. અને તેઓ જે બાળકને જન્મ આપે છે તે તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે અને પછી તેમને આત્મઘાતી બોમ્બર બનાવવામાં આવે છે.'
આ સિવાય અભિનેત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં બધાના સવાલોના જવાબ પણ આપ્યા. તેણે કહ્યું, 'ભારતીય હોવાના કારણે, એક માણસ હોવાના કારણે, એક છોકરી હોવાના કારણે, તે ખૂબ જ ડરામણી વાર્તા છે કે છોકરીઓ ગાયબ થઈ રહી છે. તેનાથી પણ વધુ ડરામણી વાત એ છે કે, જે કોઈ પણ તેને પ્રોપેગેન્ડા કહે છે અથવા નંબરો પર ચર્ચા કરે છે, હું માની શકતી નથી કે પહેલા આપણે લોકો નંબરને સમર્થન આપી રહ્યા છીએ અને પછી આપણે જ કહી રહ્યા છીએ કે, છોકરીઓ ગાયબ થઈ ગઈ છે. જ્યારે આપણે તેનાથી વિપરીત હોવું જોઈએ. પહેલા આપણે એ ચર્ચા કરવી જોઈએ કે છોકરીઓ ગુમ છે અને પછી તમે તેની સંખ્યાઓની ચર્ચા કરો.'
Pyar and Propoganda ❤ full video on youtube #TheKeralaStory #AskAdah pic.twitter.com/klOxMzBFK5
— Adah Sharma (@adah_sharma) April 29, 2023
અદા શર્માએ આગળ કહ્યું, 'પણ મને લાગે છે કે આ પાત્ર... જ્યારે તમે લોકો આ ફિલ્મ જોશો, મને એવું લાગે છે, જ્યારે તમે આખી ફિલ્મ જોશો ત્યારે કોઈને પણ આ બધા પ્રશ્નો નહીં થાય. નંબરની ચર્ચા કરશે નહીં. હા હું આ પાત્રને જીવી છું અને પીડિતાને મળી છું. હું શબ્દોમાં વર્ણવી શકીશ નહીં, હું ન્યાય કરી શકીશ નહીં કે, અનુભવ કેવો હતો. જો હું એક-બે લીટીમાં કહું તો હું તેને બરાબર રીતે સમજાવી શકીશ નહીં. પણ ફિલ્મ જોયા પછી તમને ખબર પડી જશે.'
#WATCH | Actress Adah Sharma, who plays the lead in the upcoming #TheKeralaStory, opens up about her character in the film
— ANI (@ANI) April 30, 2023
She says, "...It's horrifying that girls are going missing. What is even scarier is the people who are calling it propaganda or discussing the number. I… pic.twitter.com/UGFJqU3ZnV
અદા શર્માએ જણાવ્યું કે, એક પીડિત છોકરીએ તેને લેખિતમાં સંપૂર્ણ વાક્ય આપી દીધું કે, ક્યારે, શું અને કેવી રીતે થયું. તેનો અભ્યાસ કર્યા બાદ સીન શૂટ કરવામાં આવ્યા હતા. અને જ્યારે ટ્રેલર રીલિઝ થયું અને તે છોકરીએ તે જોયું, ત્યારે તેણે અભિનેત્રીને મેસેજ કર્યો કે, તે કરવા બદલ તેનો આભાર અને તમે તેને સારી રીતે શૂટ કર્યું. તેણે આખી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp