સુશાંત સિંહ રાજપૂતનું જે ઘરમાં થયું હતું મોત, તેને આ એક્ટ્રેસે ખરીદ્યું

PC: edition.cnn.com

અદા શર્માએ બોલિવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટને ખરીદી લીધો છે. આ ઘરને લઈને ઘણા પ્રકારના સમાચાર આવી રહ્યા હતા કે કેટલાક લોકો ઘર ખરીદવા માગે છે. સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રામાં સ્થિત આ ફ્લેટમાં વર્ષ 2020માં અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યારથી આ ઘર લાઇમલાઇટ બનેલું છે. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બાદ જ અદા શર્મા ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મે વિવાદોમાં રહ્યા બાદ પણ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું. ‘ધ કેરળ સ્ટોરી’માં એક્ટ્રેસની ભૂમિકાએ લોકોનું દિલ જીતી લીધું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, માઉન્ટ બ્લાંક નામની આ ઇમારત, જેમાં સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો. એ ઘરને ‘ધ કેરળ સ્ટોરી’ની લીડ એક્ટ્રેસ અદા શર્માએ ખરીદી લીધું છે. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે તે આ ઘરમાં શિફ્ટ ક્યારે થશે. એક્ટરનો આ ફ્લેટ તેના મોત બાદ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતે આ ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આ અપાર્ટમેન્ટ ખૂબ વધારે ડીમાન્ડમાં હતો, જેના કારણે ઘરનું ભાડું વધારી દેવામાં આવ્યું હતું. અંતે હવે આ ડીલ અદા શર્માને હાથ લાગી ગઈ છે અને તેણે આ ફ્લેટ ખરીદી લીધો.

14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું શબ પોતાના ફ્લેટ પર ફાંસીના ફંદા પર લટકેલું મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2021માં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનું C ફેન્સિંગવાળું ઘર ભાડા પર હતું. એક્ટર આ બે માળના ઘર માટે દર મહિને 4.5 લાખ રૂપિયાનું ભાડું આપતો હતો. કેટલાક સમય અગાઉ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, સુશાંતના ફ્લેટ માટે ભાડૂત શોધવા મુશ્કેલ થઈ રહ્યા છે કેમ કે તે એ જ અપાર્ટમેન્ટ હતો, જ્યાં તેનું નિધન થયું હતું.

અદા શર્માની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. એ સિવાય અદા શર્માની વેબ સીરિઝ ‘કમાન્ડો’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર 11 ઑગસ્ટના રોજ સ્ટ્રીમ કરવામાં આવી. અદા શર્મા જલદી જ શ્રેયસ તલપડે સાથે ‘ધ ગેમ ઓફ ગિરગિટ’ ફિલ્મમાં નજરે પડશે. અદા શર્માએ હાલમાં જ X (પહેલા ટ્વીટર) પર પોતાના ફેન્સને અપડેટ આપ્યું હતું કે, તેણે શું સાઇન કર્યું છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘ધ કેરળ સ્ટોરી બાદ મારી આગામી ફિલ્મ બાબતે જાહેરાત કરવા બાબતે પૂછનારા બધા લોકો માટે જલદી જ તેની જાહેરાત કરીશ (ગયા અઠવાડિયે જ રોમાંચક વસ્તુ સાઇન કરી હતી અને તમે એ રોલને પસંદ કરવાના છો).’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp