
આખરે આખા તમાશા અને ડ્રામા બાદ આદિલ ખાન દૂર્રાનીએ સ્વીકારી લીધું છે કે રાખી સાવંત તેની પત્ની છે અને બંનેએ લગ્ન કર્યા છે. રાખી સાવંતે થોડા દિવસ અગાઉ ખુલાસો કર્યો હતો ,કે તેણે આદિલ સાથે 7 મહિલા પહેલા લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં, રાખી સાવંતે સોશિયલ મીડિયા પર આદિલ ખાન સાથે પોતાના લગ્નની તસવીર શેર કરી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે, આદિલ ખાન સાથે પોતાના લગ્ન બાદ રાખી સાવંતે નામ બદલીને ફાતિમા રાખી લીધું છે. જો કે, આ આખા મામલે આદિલ ખાન દૂર્રાની કંઇ પણ બોલતા ખચકાઇ રહ્યો છે.
આદિલ ખાન એ સ્વીકારતા બચી રહ્યો હતો કે, રાખી સાવંત તેની પત્ની છે. રાખી સવંતને પણ આદિલ ખાનનું મૌન ખટકી રહ્યું હતું, પરંતુ હવે આદિલે જણાવ્યું કે, રાખી સાવંત સાથે લગ્નને સ્વીકારી લીધા છે. આદિલ ખાન દૂર્રાનીએ રાખી સાવંત સાથે પોતાના લગ્નની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે જ એક પોસ્ટમાં લખ્યું કે, આ પોસ્ટમાં આદિલે રાખી સાવંત સાથે લગ્ન અને તેને પત્નીના રૂપમાં સ્વીકારવાની વાત કહી છે. આ પોસ્ટ પર રાખી સાવંતે પણ રીએક્ટ કર્યું છે અને લખ્યું કે, ‘થેંક્સ જાન, અઢળક પ્રેમ.’
આદિલ ખાને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ‘તો ફાઇનલી હવે અનાઉન્સમેન્ટ કરી રહ્યો છું. મેં ક્યારેય એ કહ્યું નથી કે, મારા લગ્ન તારી સાથે થયા છે, પરંતુ મને કેટલીક વસ્તુ સંભાળવાની હતી એટલે મૌન રાખવું પડ્યું. હેપ્પી મેરીડ લાઇફ રાખી (પપુડી).
રાખી સાવંતે આદિલ ખાન સાથે પોતાના લગ્ન કન્ફર્મેશન આપતા કહ્યું હતું કે, તેના લગ્ન આદિલ ખાન દૂર્રાની સાથે થઇ ચૂક્યા છે અને બંને એક સાથે છીએ. બંનેએ જુલાઇ 2022માં લગ્ન કર્યા હતા, પરંતુ આદિલ ખાને તેને આ લગ્ન છુપાવી રાખવા કહ્યું હતું, પરંતુ જ્યારે રાખી સાવંતે પોતાના આ લગ્ન બાબતે સૌને ખૂલીને કહી દીધું ત્યારે પણ આદિલ ખાન ચૂપ રહ્યો. જે રાખી સાવંતને સહન થઇ રહ્યું નહોતું.
રાખી સાવંત અને આદિલ ખાનના આ લગ્નન કેટલાક યુઝર્સ ડ્રામા સમજી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે, પહેલા લગ્નની જેમ રાખી સાવંતે ફરી એક વખત નવો તમાશો કર્યો છે, પરંતુ રાખી સાવંતના વકીલ ફાલ્ગુની બ્રહ્માભટ્ટે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, રાખી સાવંત અને આદિલ ખાનના લગ્ન પૂરી રીતે કાયદેસર છે અને તે નકલી નથી. તો રાખી સવંતની માતા આ સમયે બ્રેન ટ્યૂમર અને કેન્સરથી ઝઝૂમી રહી છે અને હૉસ્પિટલમાં છે. રાખીએ રડતા પપરાજીને કહ્યું હતું કે, જો તેની માતાઅને તેના લગ્ન અને આદિલના મૌન બાબતે ખબર પડી તો તે પૂરી રીતે તૂટી જશે.
તેની માતાને અત્યારે મીડિયા અને ટી.વી.માં ચાલી રહેલા લગ્નના સમાચારો બાબતે કઇ ખબર નથી, પરંતુ જ્યારે હોશ આવવા પર ખબર પડશે તો તે પૂરી રીતે તૂટી જશે. રાખીએ ત્યારે આદિલને સવાલ કર્યો હતો કે, જ્યારે લગ્ન કર્યા છે તો તે મૌન કેમ છે? અને તે કેમ ખચકાઇ રહ્યો છે?
ત્યારે આદિલે જણાવ્યું હતું કે, તે 10 દિવસ બાદ બધા સવાલોના જવાબ આપશે. હવે આદિલે રાખી સાથે લગ્નની વાત સ્વીકારી લીધી છે, પરંતુ આટલા મહિના લગ્નની વાત કેમ છુપાવીને રાખી એ જણાવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp