26th January selfie contest

ધરપકડ બાદ આદિલને 14 દિવસની કસ્ટડીમાં મોકલાયો, રાખીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ

PC: freepressjournal.in

રાખી સાવંતે તેના પતિ આદિલ દુરાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આદિલ પર કલમ 406 અને 420 લગાવીને તેની ધરપકડ કરી હતી. આદિલની ધરપકડ બાદ રાખીએ એક નિવેદન પણ જાહેર કર્યું હતું, જેમાં ઘણા ખુલાસા થયા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે, આદિલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી રાખી સાવંતની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાખી અને પતિ આદિલ ખાન દુર્રાની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડો ચાલી રહ્યો છે. હાલમાં જ રાખીએ તેના પતિ વિરુદ્ધ FIR પણ નોંધાવી હતી, ત્યાર પછી પોલીસે આદિલને કસ્ટડીમાં લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાખીના નિવેદનોને સામે રાખીને આદિલને હવે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

રાખી સાવંતે જણાવ્યું હતું કે, જ્યારે તે બિગ બોસ મરાઠીમાં એક સ્પર્ધક તરીકે ગઈ હતી ત્યારે તેના પતિ આદિલે પાછળથી તેના પૈસાનો દુરુપયોગ કર્યો હતો. એટલું જ નહીં, રાખીનું કહેવું છે કે, તેણે તેની પાસેથી પૈસા અને ઘરેણાં પણ છીનવી લીધી છે. પોતાનું દર્દ વ્યક્ત કરતી વખતે રાખીએ એવું પણ જણાવ્યું કે, તેણે આદિલને તેની માતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું, પરંતુ તેણે આ બધું તેની ગેરહાજરીમાં કર્યું. અહીં તમને જણાવી દઈએ કે, લાંબા સમય સુધી કેન્સર સામે લડ્યા બાદ રાખીની માતાએ 29 જાન્યુઆરીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

રાખી સાવંતની ફરિયાદ બાદ પોલીસે આદિલની ધરપકડ પણ કરી હતી. તેને આગલા દિવસે અંધેરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રાખી સાવંતે જ આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ FIR નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આદિલને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી હતી. આજની સુનાવણી બાદ આદિલ દુર્રાનીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

રાખી સાવંતે પાછળ દિવસોમાં તેની ઇન્સ્ટા સ્ટોરી પર મીડિયા સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું. તેણીએ કહ્યું કે, તે આ મામલાને ઉકેલવા સ્ટેશને પણ પહોંચી ગઈ છે. તેને મળવા માટે ઘરે આવ્યા પછી આદિલની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે એક મીડિયા નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, આ મીડિયા કે, નાટક નથી. મારું જીવન ખરાબ થઈ રહ્યું છે. તેણે મને મારી પણ હતી. આ કુરાન પર હાથ રાખીને તેણે મારા પૈસા પણ લુંટ્યા છે. તેણે મારી સાથે છેતરપિંડી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp