છપરી સ્ટાઇલ ડાયલોગ પર મનોજ મુંતશિર કહે- અમે જાણી જોઈને આવા ડાયલોગ્સ લખ્યા કારણ..

PC: indianexpress.com

આતુરતાપૂર્વક જે ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ શુક્રવારે થિયેટર્સમાં રીલિઝ થઈ ગઈ અને પહેલા જ દિવસે તેને જોવા માટે ભારે સંખ્યામાં દર્શકો પણ થિયેટરમાં ગયા. પરંતુ, ફિલ્મના ડાયલોગ્સથી લોકો વધુ ઇમ્પ્રેસ નથી થયા. ફિલ્મ જોઈને આવેલા દર્શકોની એક કોમન ફરિયાદ છે કે, ‘આદિપુરુષ’માં ઘણા કેરેક્ટર્સના ડાયલોગ રામાયણના સમયના નહીં પરંતુ, આજના સમયની બોલચાલ પ્રમાણે છે. ફિલ્મના ડાયલોગ્સની ખૂબ જ ટીકા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મના ડાયલોગ્સ રાઇટર મનોજ મુંતશિરને ટ્રોલ કરી રહ્યા છે. હવે મનોજે ‘આદિપુરુષ’ના ડાયલોગ્સ પર સ્પષ્ટતા કરી છે.

જનતાન સવાલોનો સામનો કરી રહેલા મનોજ મુંતશિરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જનતાની કોર્ટમાં ઊભા રહેવુ એ મોટા સન્માનની વાત છે. તેમણે કહ્યું કે, રામાયણ પર બેઝ્ડ ફિલ્મ માટે આ ડાયલોગ ભૂલથી નહીં પરંતુ, જાણીજોઈને આવા લખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, માત્ર હનુમાનજીના ડાયલોગ પર જ શા માટે વાત થઈ રહી છે. લોકોએ ભગવાન શ્રીરામના સંવાદો પર પણ વાત કરવી જોઈએ.

મનોજે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું, અમે રામાયણ નથી બનાવી, અમે રામાયણથી પ્રેરિત છીએ. તેમણે રામ ચરિતમાનસ લખનારા કવિ તુલસીદાસનો ઉલ્લેખ કરતા આગળ કહ્યું, બાબા તુલસીદાસ કહે છે- નાના ભાંતિ રામ અવતારા, રામાયણ શત કોટિ અપારા. રામના અવતારના અનેકો- અનેક પાસાઓ છે અને સેંકડો રીતે રામાયણ સંભળાવી શકાય છે.

‘આદિપુરુષ’માં બજરંગ બલીના કેરેક્ટરના એક ડાયલોગ પર ઘણા બધા લોકોએ આપત્તિ વ્યક્ત કરી છે. પૂંછડીમાં આગ લગાવવામાં આવી ત્યારે આ કેરેક્ટર કહે છે- તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી. આ ડાયલોગ વિશે મનોજે કહ્યું, સાડા સાત હજાર વર્ષ પહેલા રામાયણ લખવામાં આવી હતી, તો હમણા સાડા ચારસો વર્ષ પહેલા બાબા તુલસીદાસે અવધીમાં શા માટે લખી? દરેક રામાયણ સંભળાવનારાઓનું મિશન હોય છે, તેને લોકો સુધી પહોંચાડવાનું, સમસામયિક ભાષામાં વાત કરવી. રામાયણની કથાનો પહેલો ઉદ્દેશ્ય છે તેને લોકો સુધી, દૂર-દૂર સુધી પહોંચાડવાનું.

તેમણે આગળ કહ્યું કે, યૂથ જે ભાષાને નથી સમજતા તેનું સન્માન તો કરી શકે છે પરંતુ, તેની સાથે કનેક્ટ નથી કરી શકતું. આથી તેમણે ડાયલોગ એક એવી ભાષામાં લખ્યા, જે આજકાલના યુવાઓની ભાષા છે.  ફિલ્મના ડાયલોગ્સની ભાષાથી દુઃખી થઈ રહેલા લોકો માટે મનોજે કહ્યું, જે લોકોએ પહેલા રામાનંદ સાગરજીની રામાયણ જોઈ છે તેમને કદાચ આ ભાષા પસંદ ના આવે. પરંતુ, એ લોકો પાસે અમે હાથ જોડીને માફી માંગી લઇશું. કારણ કે, અમારો પહેલો ઉદ્દેશ્ય એ 10-12 વર્ષના બાળકો સાથે કનેક્ટ કરવાનો હતો જેમને રામ વિશે કોઈ જ જાણકારી નથી.

‘આદિપુરુષ’ના ડાયલોગ્સ પર વિવાદ એટલો વધી ગયો છે કે, ફિલ્મ પર વિવાદ થવા માંડ્યો છે. હિંદુ સેના નામના એક સંગઠને ‘આદિપુરુષ’ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી દીધી. સંગઠને પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, ‘આદિપુરુષ’ ભગવાન રામ, રામાયણ અને આપણી સંસ્કૃતિની મજાક બનાવે છે. આ વિવાદો અને ટીકાઓ છતા ટ્રેડ રિપોર્ટ્સ જણાવે છે કે, ‘આદિપુરુષ’એ પહેલા દિવસે ખૂબ જ સોલિડ કમાણી કરી. હવે બધાની નજરો એ વાત પર રહેશે કે, ડાયલોગ્સને લઇને મનોજની સફાઈ પર, ફિલ્મની ટીકા કરી રહેલા લોકો કઈ રીતે રિએક્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp