આદિપુરુષઃ ફિલ્મની જ લંકા બળી, 5મા દિવસની કમાણી જાણીને ચોંકી જશો

PC: hindi.news24online.com

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' ઘણા સમયથી ચર્ચામાં હતી. લાંબી રાહ જોયા બાદ આ ફિલ્મ 16 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી. 'આદિપુરુષ'એ શરૂઆતના દિવસે 100 કરોડથી વધુની કમાણી કરી હતી. આ સાથે 'આદિપુરુષ' હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મની યાદીમાં સામેલ થઈ ગઈ છે. 'આદિપુરુષ'ની શરૂઆત સારી હતી, પરંતુ ધીમે ધીમે તેનું કલેકશન ઘટવા લાગ્યું છે. જાણો 5માં દિવસે ફિલ્મનું કલેક્શન કેવું રહ્યું.

'આદિપુરુષ' ફિલ્મની થિયેટરોમાં ધમાકેદાર રીતે શરૂઆત થઇ. 'આદિપુરુષ'નું ઈન્ડિયા કલેક્શન માત્ર 3 દિવસમાં 220 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એવું લાગી રહ્યું હતું કે ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી જલ્દી બંધ થવાની નથી. પરંતુ ફિલ્મની રિલીઝ સાથે જ વિવાદો શરૂ થઈ ગયા હતા. તેની અસર ફિલ્મ પર જોવા મળી હતી. ચોથા દિવસે 'આદિપુરુષ'એ 16 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 5માં દિવસે ફિલ્મે ભારતમાં 10.80 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ સાથે ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 247.90 કરોડનો આંકડો પૂરો કરી લીધો છે. અને વૈશ્વિક બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 375 કરોડ છે. 'આદિપુરુષ'એ પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર રૂ. 110 કરોડથી વધુની કમાણી કરી હતી. પરંતુ ચોથા અને પાંચમા દિવસની કમાણી જોતા એમ કહી શકાય કે વિવાદોની અસર ફિલ્મ પર પડી અને લોકો ફિલ્મથી દૂર થઈ ગયા છે.

ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદ સતત વધતો રહ્યો છે. આ ફિલ્મમાં ડાયલોગ્સ અને અનેક સીન્સને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જ્યારે, બોલિવૂડ પણ આદિપુરુષના સમર્થનમાં ઊભું જોવા મળતું નથી. AICWAએ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

રિપોર્ટ્સ અનુસાર, ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' બનાવવામાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મે પહેલા બે દિવસમાં ધમાકેદાર કમાણી કરી હતી. પરંતુ 'આદિપુરુષ'ની સામગ્રી અને સંવાદની ચારેબાજુ ટીકા થવા લાગી. ઘણી જગ્યાએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. હવે આ વિવાદોને કારણે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

જો આમ જ ચાલ્યું તો, ફિલ્મ માટે બીજું અઠવાડિયું ઘણું મુશ્કેલ બની જશે. પ્રભાસે ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'માં ભગવાન રામની ભૂમિકા ભજવી છે. કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળી હતી. જ્યારે સૈફ અલી ખાને રાવણનો રોલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp