Video: જલેગી તેરે બાપ કી... ડાયલોગ્સમાં થયો બદલાવ પણ, રહી ગઈ આ મોટી ભૂલ...

PC: koimoi.com

કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, જલેગી ભી તેરે બાપ કી... કોણે લખ્યા આ ડાયલોગ્સ? ‘આદિપુરુષ’ રીલિઝ થઈ તો જાણે કોહરામ મચી ગયો. દરેક વ્યક્તિ ફિલ્મના રાઇટર મનોજ મુંતશિરને ખરી ખોટી સંભળાવવા માંડ્યા. એવામાં મેકર્સની પાસે આ લાઇન્સને બદલવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. આથી તેમણે જાહેરાત કરી દીધી કે બધા જ વિવાદિત ડાયલોગ્સ બદલી નાંખવામાં આવશે. એક અઠવાડિયાની અંદર આ પ્રક્રિયાને પૂર્ણ કરી ફિલ્મ બતાવવામાં આવશે.

બધા જ આપત્તિજનક ડાયલોગ્સને બદલી નાંખવામાં આવ્યા. હનુમાનજીના હોય કે પછી રાવણના, મેકર્સે એ પાંચ ડાયલોગ્સને ચેન્જ કરવા પર કામ કર્યું, જે દર્શકોની ભાવનાઓને આહત કરી રહ્યા હતા. ફિલ્મ આ તમામ ચેન્જિસ સાથે થિયેટર્સમાં બતાવવામાં આવી રહી છે. તમે પોતાની ટિકિટના પૈસા ખર્ચીને પાછા તેને જોવા જશો, તે પહેલા અમે તમને સંભળાવીએ હનુમાનજીના ડાયલોગ્સનું નવું ડબિંગ. ડાયલોગ્સ સંભળાવવાની વાત એટલા માટે કહી કારણ કે, તે પહેલાવાળા ડાયલોગ્સ બોલતા જ દેખાઈ રહ્યા છે.

હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવવામાં આવી છે. તેઓ પાછળ ફરે છે અને મેઘનાદને કહે છે- કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી તેરી લંકા કી, જલેગી ભી તેરી લંકા કી. હવે આ ડાયલોગમાં કેટલો દમ છે, અને તે દર્શકો પર કઇ રીતે પ્રભાવ પાડશે, એ તો જનતા જ નક્કી કરશે. પરંતુ, માત્ર ડાયલોગ્સના રી-ડબિંગથી કામ નહીં ચાલશે. ‘આદિપુરુષ’ જે 600 કરોડના બજેટમાં બની છે. તેમા અવ્વલ દરજ્જાના VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છતા ક્રિએટિવિટીનો સુપર યુઝ, તેમા કેરેક્ટર્સના મોઢામાંથી એવા ડાયલોગ્સ સાંભળવા મળે, પરંતુ લિપ્સિંગે બધી ગેમ બગાડી નાંખી. સંભળાઈ ભલે લંકા પરંતુ, દેખાય તો બાપ જ છે. તેના કરતા મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે?

જોકે, વાત એ પણ છે કે, એક બની ગયેલી ફિલ્મમાં બદલાવ કોઈ નાની વાત નથી. તેમા ખૂબ જ ખર્ચો પણ આવે છે. સ્પષ્ટ વાત એ છે કે, ફિલ્મના મેકર્સ અને મનોજ મુંતશિરે આ પાંચ ડાયલોગ્સને લખીને ખૂબ જ નારાજગી મેળવી છે.

ડાયલોગ્સને મોડિફાઈ કરી દીધા છે, બાકી લોકો પર છે કે તે જોવી કે નહીં, મેકર્સે હાથ ખંખેરી લીધા છે. દર્શકોને ના ફિલ્મના ડાયલોગ્સ પસંદ આવ્યા, ના VFX અને ના કેરેક્ટર્સના ગેટઅપ. જો ઓમ રાઉતે ‘આદિપુરુષ’ને રામાયણની સ્ટોરી પર આધારિત જ ફિલ્મ બનાવી હતી, તો પણ આ તમામ બદલાવો બાદ પણ દર્શકો સાથે કનેક્ટ કરવામાં નિષ્ફળ રહી છે.

આદિપુરુષના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, તેમા પહેલાથી જ ખૂબ જ ઘટાડો આવ્યો છે. 16 જૂને રીલિઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે 140 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ, રવિવારે તેમાં 75%નો ઘટાડો આવ્યો. રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 69 કરોડની કમાણી કરી. સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, સોમવારે ફિલ્મનું કલેક્શન 16 કરોડ રૂપિયા જ રહ્યું. આજની વાત કરીએ તો, ફિલ્મનું કલેક્શન ઘટીને 10 કરોડની આસપાસ આવી ગયુ છે. એવામાં એ વાત કહી શકાય કે ફિલ્મની લંકા લાગી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp