ડ્રગ્સ નહીં, બાથરૂમમાં પડવાથી થયુ મારા ફ્રેન્ડનું મોતઃ આદિત્યની ફ્રેન્ડ સુબુહી

PC: womansera.com

આદિત્ય સિંહ રાજપૂતના મોત બાદ મીડિયામાં તમામ પ્રકારના સમાચાર ચાલ્યા. કોઈકે ડ્રગ્સના ઓવરડોઝની વાત કહી તો કોઈકે જણાવ્યું કે, હોસ્પિટલમાં તેનું મોત થયુ છે. આદિત્યની બેસ્ટ ફ્રેન્ડ સુબુહી જોશીએ મીડિયાને જણાવ્યું કે, તેણે મોડી રાત્રે બધા સમાચાર જોયા અને સમાચારમાં જે રીતે ડ્રગ્સ ઓવરડોઝની વાતો કહી રહ્યા છે, તે ખોટી છે. સુબુહી જોશીએ જણાવ્યું કે, મને સમજાઈ નથી રહ્યું કે લોકો કઇ રીતે આટલા ઇન્સેસિટિવ હોઈ શકે છે.

હું જ્યારે ડ્રગ ઓવરડોઝના સમાચાર વાંચી રહી હતી, તો મને મીડિયા સહિત તેના કેટલાક ફ્રેન્ડ્સ પર ખૂબ જ ગુસ્સો આવ્યો, જેમણે આ ખોટા સમાચાર ફેલાવ્યા છે. હું કાલથી એટલી બિઝી હતી કે મને ક્લેરિફિકેશન કરવાની તક જ ના મળી. જરા વિચારો, તેની મમ્મી પર આ પ્રકારના સમાચારથી શું વિતતી હશે. એક તો તેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે અને ઉપરથી આ પ્રકારની બદનામી થઈ રહી છે. સાચુ કહું, તો મારા ફ્રેન્ડના મોતનો તમાશો બનાવી દીધો છે.

ઘટનાક્રમ પર ડિટેલમાં વાત કરતા સુબુહી જોશી કહે છે, મોતના દિવસે આદિત્ય સાથે મારી સવારે આશરે 11.30 વાગ્યે વાત થઈ હતી. અમે દરરોજ ફોન પર 10 વાર વાતો કરતા હતા. વાતો પરથી ક્યારેય એવુ નથી લાગ્યું કે તે દુઃખી છે અથવા કોઈ પ્રોબ્લેમ હશે. મને તેના હાઉસ હેલ્પે જણાવ્યું કે, તેને સવારમાં એસિડિટીની પ્રોબ્લેમ થઈ હતી. તેણે દવા પણ લીધી. બપોરે મને એક કોમન ફ્રેન્ડનો ફોન આવ્યો કે, આદિત્ય બાથરૂમમાં પડી ગયો હતો.

મારું ઘર તેના ઘરથી ત્રણ મિનિટના અંતરે છે, તો હું ભાગીને ત્યાં પહોંચી, તો ત્યાં તેની બોડી બેડ પર હતી. તેના માથામાં ઈજાના નિશાન હતા. હાઉસ હેલ્પે કહ્યું કે, આદિત્ય જ્યારે વોશરૂમ માટે ગયો, તો ત્યાં લપસીને પડી ગયો હતો, અવાજ એટલો જોરમાં આવ્યો કે હાઉસ હેલ્પ દોડતો ત્યાં પહોંચી ગયો. તેણે આદિત્યને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ, તેણે જવાબ ના આપ્યો. આથી તેણે નીચેથી ગાર્ડ્સને બોલાવ્યો. ગાર્ડ અને હાઉસ હેલ્પે તેને બેડ પર સુવડાવ્યો. આદિત્ય જ્યાં પડ્યો હતો ત્યાં ટાઇલ્સ પર પણ ક્રેક્ડના નિશાન હતા.

સુબુહીએ આદિત્યને હોસ્પિટલ લઈ જવાની વાતને પણ ખોટી ગણાવતા કહ્યું, આ સમાચાર પણ ખોટા છે કે આદિત્યને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આદિત્યની બિલ્ડિંગની નીચેથી જ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. તેમણે ઇસીજી ટેસ્ટ કર્યો અને જણાવ્યું કે, પડવા દરમિયાન જ તેનું મોત થઈ ગયુ હતું. ડૉક્ટરના કહેવા પર અમે તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસે સૌની પૂછપરછ કરી અને પછી આદિત્યની બોડીને આગળની ફોર્માલિટી માટે હોસ્પિટલ લઇને આવી ગયા. પોસ્ટમોર્ટમ સવારે થવાનું છે. હું એ કહેવા માંગુ છું કે, ડ્રગ ઓવરડોઝના સમાચાર ફેલાવતા પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ તો જોતે. જ્યારે રિપોર્ટ્સ આવશે તો બધુ ક્લિયર થઈ જશે. પરંતુ, તેની ઇમેજને જે ડેમેજ કર્યું છે તેની ભરપાઈ કોણ કરશે.

સુબુહીએ જણાવ્યુ કે, મારા માટે સૌથી મુશ્કેલ ટાસ્ક તેના પરિવારને ફોન કરીને તેના મોતના સમાચાર આપવાનો હતો. સમજાતુ નહોતું કે તેની મમ્મીને શું કહું. તેની મમ્મી સતત આદિત્યના ફોન પર કોલ કરી રહી હતી, હું ફોન ઉંચકીને માત્ર એટલું જ કહી શકી કે આંટી તમે મુંબઈ આવી જાઓ, આદિત્ય હોસ્પિટલમાં છે. જોકે, મીડિયા પર જે સમાચારો ચાલવા માંડ્યા, તો તેમને જાણકારી મળી ગઈ. તેમની હિંમતને માનવી પડશે કે તેઓ એકલા દિલ્હીથી ટ્રાવેલ કરીને અહીં આવ્યા. આદિત્યના પરિવારમાં તેના પપ્પા નથી, માત્ર મમ્મી અને બહેન છે. તેઓ મોડી રાત્રે મુંબઈ પહોંચ્યા છે.

સુબુહીએ જણાવ્યું કે, આમ તો તેની દરેક પાર્ટીમાં હું તેની સાથે હોઉં જ છું પરંતુ ગત રાત્રે તે પોતાના ત્રણ ફ્રેન્ડ સાથે બોય્ઝ પાર્ટી કરી રહ્યો હતો. પાર્ટી દરમિયાન મારી આદિત્ય સાથે વીડિયો કોલ પર પણ વાત થઈ હતી. મોડી રાત્રે પાર્ટી બાદ બધા ફ્રેન્ડ્સ પોતાના ઘરે ગયા અને આદિત્ય સુઈ ગયો. સવારે જ્યારે ઉઠ્યો તો તેને એસિડિટીની પ્રોબ્લેમ થઈ હતી. આ પહેલીવાર નહોતું, તેને હંમેશાં તેની ફરિયાદ રહેતી હતી. પોલીસે પાર્ટીમાં હાજર આ ફ્રેન્ડ્સની પૂછપરછ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp