- Entertainment
- આદિત્ય રોય કપૂર આ અભિનેત્રી સાથે ક્વોલિટી ટાઇમ વીતાવતો જોવા મળ્યો
આદિત્ય રોય કપૂર આ અભિનેત્રી સાથે ક્વોલિટી ટાઇમ વીતાવતો જોવા મળ્યો
અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના સંબંધ વિશે અફવાહ પાછલા ઘણા સમયથી સંભળાતી હતી અને ઇન્ટરનેટ પર પણ તેની ચર્ચા થતી હતી અને તે થોભવાનું નામ નથી લઇ રહી. જ્યારે, અભિનેતા આદિત્ય રોય કપૂર અને અભિનેત્રિ અનન્યા પાંડેએ પોતાના સંબંધની પુષ્ટી નથી કરી અને ઇનકાર પણ નથી કર્યો. તેમના સંબંધની અફવાહ ત્યારે શરૂ થઇ હતી કે જ્યારે, ગયા વર્ષે કૃતિ સેનનની દિવાળી પાર્ટીમાં એક સાથે તેઓ પહોંચ્યા હતા.

હાલમાં જ તેઓ સાથે સ્પેનમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં સાથે ગયા હતા. ડેટિંગની આ ખબરો વચ્ચે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે હાલમાં જ આર્કટિક મંકીઝ કોન્સર્ટમાં હિસ્સો લીધો હતો. હવે એક દિવસ બાદ લિસ્બનથી અનન્યા અને આદિત્યની તસવીરો સામે આવી છે અને એવું લાગી રહ્યું છે કે, બન્નેએ એક સાથે ક્વોલિટી ટાઇમ વિતાવ્યો છે.
પાપારાઝી માનવ મંગલાણી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે લિસ્બનમાં ફરતા દેખાઇ રહ્યા છે. સાથે જ બન્ને એક બીજાની કંપનીમાં સહજતા અનુભવી રહ્યા છે. સામે આવેલી તસવીરોમાંથી એક તસવીરમાં આદિત્યએ અનન્યા પાંડેને પોતાની બાહોમાં લિસ્બનની પ્રાકૃતિક સુંદરતાને નિહાળતા જોઇ શકાય છે.
આ તસવીરમાં અનન્યા એક સિંપલ બ્લેક મેક્સી ડ્રેસમાં નજરે પડી રહી છે અને તણે પોતના વાળ બાંધેલા છે. આ દરમિયાન આદિત્ય રોય કપૂર બ્લેક શોર્ટ્સની સાથે ચારકોલ ગ્રે ટીશર્ટમાં આકર્ષક લાગી રહ્યો છે. અનન્યાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સ્પેનમાં આર્કટિક મંકીઝના મ્યુઝિક કોન્સર્ટમાં એન્જોય કરતી નજરે પડી રહી હતી. અનન્યા અને આદિત્ય રોય કપૂરે પોત પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ તસવીરો શેર કરી હતી. આ બન્ને એકબીજાની સ્ટોરીઝમાં નજરે નથી પડી રહ્યા, પણ એ સાફ સાફ ખબર પડે છે કે, બન્ને એક જ લોકેશન પર છે.

