અદનાને શા માટે લીધી ભારતીય નાગરિકતા? ભાઈ જુનૈદે લગાવ્યા આરોપ- તેની પાસે નકલી...

PC: punjabkesari.com

મુજકો ભી તો લિફ્ટ કરા દે... ગીતથી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકેલા સિંગર અદનાન સામીએ જ્યારથી ભારતીય નાગરિકતા લીધી છે, ત્યારથી તે વિવાદોનો હિસ્સો રહ્યો છે. હવે તેના નાના ભાઈ જુનૈદ સામી ખાને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર ગાયક વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરતા સંગીન આરોપો લગાવ્યા છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, તેનો ભાઈ બધુ ખોટું બોલે છે. તેણે ત્યાં સુધી દાવો કર્યો કે સામીની પાસે નકલી ડિગ્રીઓ છે અને તે જેલ પણ જઇ ચુક્યો છે. જોકે, જે પોસ્ટને શેર કરીને તેણે આ બધા દાવાઓ કર્યા તેને હવે તેણે ડીલિટ કરી દીધી છે.

સિંગર અદનાન સામીના નાના ભાઈ ઝુનૈદની કથિત પોસ્ટનો એક સ્ક્રીનશોટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમા તેણે અદનાન સામીના જન્મન સ્થાન અને શિક્ષણ વિશે જાણકારી આપતા સંગીન આરોપ લગાવ્યા છે. પોતાની પોસ્ટમાં સંગીતકારના ભાઈએ તેને કરિયરમાં મદદ ના કરવા માટે પણ દોષી ગણાવ્યો છે.

જુનૈદે લખ્યું, ઇમરાન ખાન બનવાનો સમય હવે આવી ગયો છે. હું મારા મોટા ભાઈ અદનાન સામીને લઇને ઘણા સત્ય ઉજાગર કરી રહ્યો છું. કારણ કે, ઉપરવાળા સિવાય કોઇનો ડર નથી. હું આ બધુ કરવા નથી માંગતો પરંતુ, મારે આવુ કરવુ જ પડશે, કારણ કે હવે સત્યનું બહાર આવવુ ખૂબ જ જરૂરી છે. હું અદનાનને પડકાર આપુ છું કે તે મારી આ વાતોમાંથી કોઈ એકને પણ ખોટી સાબિત કરી બતાવે.

પોઇન્ટ્સમાં પોતાની વાત રજૂ કરતા જુનૈદે કહ્યું, 15 ઓગસ્ટ, 1969ના દિવસે અદનાનનો જન્મ રાવલપિંડીની એક હોસ્પિટલમાં થયો હતો. ત્યારબાદ 1973માં મારો પણ જન્મ એ જ હોસ્પિટલમાં થયો, તો એ ખોટું છે કે અદનાન ઇંગ્લેન્ડમાં જન્મ્યો હતો. ઇંગ્લેન્ડમાં તે પોતાની ઓ લેવલ્સમાં ફેલ થઈ ગયો અને પછી તેણે લાહૌરમાં ડિગ્રી બનાવડાવી. ત્યારબાદ એ લેવેલ્સ તેણે અબુ ધામીમાંથી પ્રાઇવેટલી કર્યું.

વાયરલ થઈ રહેલી પોસ્ટમાં જુનૈદે આગળ કહ્યું કે, તેના ભાઈએ તેના કરિયરમાં ક્યારેય પણ મદદ નથી કરી કારણ કે, તેને ડર હતો કે હું તેના કરતા સારું કરી શકું છું અને તેને કારણે તેનું કરિયર પૂરું થઈ શકે છે. હું ઘરે રહ્યો અને કંઇ ના કરી શક્યો, જેનું કારણ અદનાન રહ્યો.

તેણે અદનાનની ભારતીય નાગરિકતા પર પણ વાત કરી અને જણાવ્યું કે, શા માટે તેણે ભારતીય નાગરિકતા લીધી. તેણે કહ્યું કારણ કે, અહીં (ભારતમાં) સારા પૈસા મળે છે જે પાકિસ્તાનમાં નથી મળતા. જુનૈદે પોતાની આ પોસ્ટમાં આગળ દાવો કર્યો કે, અદનાન સામીએ પોતાની બીજી પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને તેને દુનિયાને બતાવવા માટે કોર્ટમાં આપી દીધો. તેણે લખ્યું, આ વાત મને હેરાન કરે છે. હું મારી ગર્લફ્રેન્ડ સાથે પણ આવુ નથી કરી શકતો.

અદનાને વર્ષ 2007-08ની વચ્ચે પોતાની બીજી પત્ની સબા સાથે પોર્ન ડીવીડી બનાવી. પતિ-પત્નીની વચ્ચે ઘણુ બધુ થાય છે અને તેને પોતાના સુધી જ રાખવુ જોઈએ. અદનાને કોર્ટમાં દાવો કર્યો હતો કે, આ વીડિયો તેણે નહીં પરંતુ સબાના બોયફ્રેન્ડે બનાવ્યો છે અને ડીવીડીને કોર્ટમાં પણ આપી દીધી જેથી આખુ ભારત તેને જોઈ શકે, આ બધી વાતો ખોટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp