અદનાન સામીને ભારતીય બનવામાં લાગ્યા 18 વર્ષ, દોઢ વર્ષ સુધી કોઈ દેશનો નહોતો

PC: tribune.com

સિંગર અદનાન સામીનો જન્મ ઈંગ્લેન્ડમાં તો થયો હતો પરંતુ તેની પાસે પાકિસ્તાનની નાગરિકતા હતી. ભારતમાં સતત ઘણા વર્ષોથી કામ કરી રહેલા સામીને 2016માં ભારતની નાગરિકતા મળી હતી. પોતાની બદલાયેલી નાગરિકતાના કારણે તે ઘણો ચર્ચામાં રહ્યો હતો. જ્યારે અદનાન સામીએ કહ્યું છે કે ભારતની નાગરિકતા મેળવવા માટે તેણે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. અદનાને એક નવી વાતચીતમાં કહ્યું છે કે તેની લાઈફ એટલી ક્રેઝી રહી છે કે જો બોલિવુડની ફિલ્મ લખનારને પોતાની સ્ટોરી સંભળાવે તો તેઓ હસવા લાગશે અને કહેશે કે તે વાત બનાવી રહ્યો છે.

એક નવા ઈન્ટરવ્યુંમાં અદાનાને કહ્યું છે કે ભારતીય નાગરિકતા લેવામાં તેને 18 વર્ષનો સમય લાગ્યો અને જનતાને તે અંગે અડધી વાત ખબર નથી. મૈશેબલ ઈન્ડિયા યુટ્યૂબ ચેનલની સાથે નવી વાતચીતમાં અદાનાને કહ્યું છે કે ભારતની નાગરિકતા લેવામાં તેણે ઘણા ટ્વિસ્ટ અને ટર્ન ઝેલવા પડ્યા છે અને ઘણી વખત નિરાશા પણ હાથ લાગી હતી. તેણે કહ્યું કે બે વખતે તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. અદનાને કહ્યું કે, લોકોને લાગે છે કે આ ઘણું સરળ રહ્યું હશે કારણ કે હું સેલિબ્રિટી છું પરંતુ આ સરળ નહીં હતું.

પોતાની આ સ્ટ્રગલ અંગે વાત કરતા અદનાને કહ્યું છે કે, સરળ ઉપાય જેવું કંઈ હોતું નથી. તમારે દરેક વસ્તુ માટે મહેનત કરવી પડે છે. વાત માત્ર એ છે કે તમને તેની ખબર એક દિવસ અચાનક પડશે. એક દિવસ તમે ઉઠશો અને સમાચારમાં તમને ખબર પડે કે તમને ભારતની નાગરિકતા મળી ગઈ છે. અદનાને ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે તેને ભારતીય નાગરિકતા 18 વર્ષના લાંબા સમય પછી મળી છે. હું માત્ર એ કહેવા ઈચ્છું છું કે 18 વર્ષમાં મેં દુનિયાને કંઈ બતાવ્યું નથી.

બે વખત રિજેક્ટ થયો. મારે મારી ઓરિજીનલ નાગરિકતા છોડવી પડી અને આ વચ્ચેના દોઢ વર્ષ એવા હતા કે હું કોઈ પણ દેશનો નાગરિક નહોંતો. એક પાસપોર્ટ એકમાત્ર ડોક્યુમેન્ટ હોય છે પરંતુ એક પણ દેશનો નહીં હતો. આ હાલતમાં હું ટ્રાવેલ કરી શકતો ન હતો. કંઈ જ કરી શકતો ન હતો. ગયા વર્ષે ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જ્યારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું તો અદનાને ઈંગ્લેન્ડને જીતની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું. પહેલા પાકિસ્તાની રહેલા અદાનાનના આ ટ્વીટ પર તેને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

જેના જવાબમાં અદનાને ટ્વિટર પર કહ્યું હતું કે પાકિસ્તાનમાં તેની સાથે ખરાબ વર્તન થયું, જે તેને ત્યાંની નાગરિકતા છોડવા માટેનું મોટું કારણ બન્યું હતું. તેણે એ પણ કહ્યું હતું કે, તે એક દિવસ ખુલાસો કરશે કે પાકિસ્તાનમાં તેની સાથે કેવું વર્તન થયું અને તે લોકોને શોક આપી દેશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp