
શાહરૂખ ખાનની ચર્ચિત ફિલ્મ ‘પઠાણ’ હજુ રીલિઝ પણ નથી થઇ પણ, પઠાણના એડવાન્સ બુકિંગે અત્યારથી કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. દીપિકા પદુકોણ અને જોન એબ્રાહેમ જેવા લોકપ્રિય સ્ટારની સાથે શાહરૂખ ખાનને મોટા પડદા પર જોવા માટે ભારતમાં જ નહીં પણ, વિદેશોમાં પણ દર્શકોનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેનો અંદાજો ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડાથી લગાવી શકાય છે. ભારતમાં તો હાલ તેનું એડવાન્સ બુકિંગ શરૂ પણ નથી થયું, પણ વિદેશોમાં ફિલ્મે સારી કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાથી લઇને ઓસ્ટ્રેલિયા અને UAE સુધીમાં તો ફિલ્મનું તાબડતોબ એડવાન્સ બુકિંગ થવાની ખબરો સામે આવી રહી છે.
ફિલ્મ ‘પઠાણ’ને રીલિઝ થવામાં હજુ લગભગ 10 દિવસનો સમય બાકી છે. પણ જેમ જેમ તેની રીલિઝ ડેટ નજીક આવી રહી છે, ફિલ્મને લઇને ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાં આ ફિલ્મ માટે મિક્સ્ડ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. કારણ કે, ફિલ્મના ગીત બેશર્મ રંગને લઇને થોડા દિવસોથી વિવાદ જોવા મળી રહ્યો છે. જ્યારે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા UAE જેવા દેશોમાં ફિલ્મ માટે એડવાન્સ બુકિંગના આંકડા સતત વધી જ રહ્યા છે. UAEમાં લેટ્સ સિનેમાએ ‘પઠાણ’ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે જેનાથી ખબર પડે છે કે, ફિલ્મને લઇને વિદેશોમાં પણ જોરદાર ક્રેઝ છે.
#Pathaan Day 1 ticket pre-sales in the USA is about to cross $300,000 (₹2.4 crores). Massive opening pending for #ShahRukhKhan 🥵 pic.twitter.com/xoxq3vD80u
— LetsCinema (@letscinema) January 14, 2023
થિયેટર તરફથી કરવામાં આવેલી ટ્વીટથી ખબર પડે છે કે, ફિલ્મે અમેરિકામાં પહેલા દિવસે 3 લાખ ડોલરનું એડવાન્સ બુકિંગ કરી લીધું છે. જ્યારે, એક રિપોર્ટ અનુસાર, UAEમાં ફિલ્મ માટે અત્યાર સુધી 65 હજાર ડોલર નું બુકિંગ થઇ ચૂક્યું છે. એ રીતે ઓસ્ટ્રેલિયામાં ફિલ્મ માટે 75 હજાર ડોલરનું એડવાન્સ બુકિંગ થઇ ચૂક્યું છે. એ રીતે જર્મનીમાં આ ફિલ્મ માટે 15 હજાર યુરોનું એડવાન્સ બુકિંગ થઇ ચૂક્યું છે. આ આંકડાથી ખબર પડે છે કે, ફિલ્મ માટે વિદેશોમાં ક્રેઝ દર્શકોમાં જોવા મળી રહ્યો છે.
‘પઠાણ’ ફિલ્મનું ટ્રેલર 10મી જાન્યુઆરીના રોજ રીલિઝ કરવામાં આવ્યું હતું. તેને બુર્જ ખલીફા પર પણ બતાવવામાં આવ્યું છે. તેની અસર અરબ દેશમાં ફિલ્મ ટિકિટના બૂકિંગ પર પણ જોવા મળી રહી છે. ‘પઠાણ’ ફિલ્મની રીલિઝ ડેટ 25મી જાન્યુઆરી, 2023 છે. આ ફિલ્મને લઇને ફેન્સમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ સિવાય દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ પણ પ્રમુખ ભૂમિકાઓમાં છે. ‘પઠાણ’ ફિલ્મ સાથે લગભગ 5 વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. આટલા લાંબા સમય બાદ શાહરૂખ ખાનની કોઇ ફિલ્મ આવી રહી છે, એ કારણથી ફેન્સની અંદર પણ આ ફિલ્મને લઇને વધારે એક્સાઇટમેન્ટ નજરે પડી રહ્યું છે. ‘પઠાણ’ સિવાય કિંગ ખાન ફિલ્મ જવાનમાં નયનતારા સાથે જોવા મળશે અને ફિલ્મ ડંકીમાં તાપસી પન્નુ સાથે નજરે પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp