22 વર્ષ બાદ ફરીથી મોટા પડદા પર રીલિઝ થશે 'ગદર'નો પહેલો ભાગ
સની દેઓલની ફિલ્મો ફેન્સને ખૂબજ પસંદ આવે છે. ફેન્સને સની દેઓલની એક્શન ફિલ્મ ખૂબ ગમે છે. સની દેઓલની આગામી ફિલ્મ ગદર 2 જલ્દીથી જ રીલિઝ થનારી છે. આ ફિલ્મમાં પણ તેની સાથે અમીશા પટેલ નજરે પડશે. થોડા દિવસો પહેલા ગદર 2થી સની દેઓલનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો હતો. જેમાં તે પોતાના જૂના અંદાજમાં નજરે પડ્યો હતો. જ્યારથી પહેલો લુક સામે આવ્યો છે ત્યારથી ફેન્સનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. ફેન્સ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે, ક્યારે રીલિઝ થશે, તેની તો કોઇને જ ખબર નથી, પણ ગદરને લઇને મેકર્સે એક મોટો નિર્ણય લીધો છે.
વર્ષ 2001માં ‘ગદર - એક પ્રેમ કથા’ રીલિઝ થઇ હતી. એ દરમિયાન આ ફિલ્મે રેકોર્ડ કમાણી કરી હતી, જ્યારે એ વર્ષ અને એ જ દિવસે આમિર ખાનની લગાન પણ રીલિઝ થઇ હતી. હવે ‘ગદર 2’ આ વર્ષે 11મી ઓગસ્ટના રોજ રીલિઝ થશે. પણ મેકર્સે ‘ગદર 2’ને લઇને નિર્ણય લીધો છે કે, 22 વર્ષ બાદ એક ફરી વાર આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ કરશે.
ફિલ્મના પ્રોડક્શન કંપની તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કર્યું છે. તેમાં કહેવાયું છે કે, ‘ગદર 2’થી પહેલા ‘ગદર – એક પ્રેમ કથા’ને રીલિઝ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, તેને એ જ તારીખે રીલિઝ કરવામાં આવશે, જે તારીખે 2001માં પહેલી ફિલ્મને રીલિઝ કરવામાં આવી હતી. મેકર્સે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે, દર્શક એક ફરી વાર આખી સ્ટોરીને ફરીથી જોઇ શકે. મેકર્સે તેને 15મી જૂન, 2023ના રોજ રીલિઝ કરવાનો નિર્ણય કર્યો છે.
‘ગદર 2’ને અનીલ શર્માએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ પુરું થઇ ચૂક્યું છે. ફિલ્મમાં તેનો દિકરો ઉત્કર્ષ શર્મા પણ નજરે પડશે, જે, ‘ગદર – એક પ્રેમ કથા’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ હતો. પણ ‘ગદર 2’માં તે હવે હીરો તરીકે જોવા મળશે. કહેવાઇ રહ્યું છે કે, ‘ગદર 2’ 100 કરોડ રૂપિયાના બજેટથી બનેલી ફિલ્મ છે. ફેન્સ ‘ગદર 2’ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp