ગોલ્ડન ગ્લોબ પછી RRRએ ફરીથી લહેરાવ્યો પરચમ, બની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ

PC: indiewire.com

એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનો દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. RRRએ ફરીથી એક વખત ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનું નામ ઊંચુ કરી દીધું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા પછી રાજામૌલીની ફિલ્મ RRRએ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે. ક્રિટિક્સ ચોઈસ એવોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ ગુડ ન્યુઝ શેર કરવામાં આવી છે.

ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે- RRR ફિલ્મના કાસ્ટ અને ક્રૂને ઘણા અભિનંદન.. ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ કેટેગરીમાં એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનો મુકાબલો 'ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', 'આર્જેન્ટીના 1985', 'બાર્ડો', 'ફોલ્સ ક્રોનિકલ ઓફ ધ હેન્ડફુલ ઓફ ટ્રુથ્સ', 'ક્લોઝ અને ડિસીઝન ટુ લીવ' જેવી ફિલ્મો સાથે થયો હતો.

પરંતુ આ બધી ફિલ્મોને પછાડીને RRR ફિલ્મે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ક્રિટિક્સ ચોઈસ એવોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એસએસ રાજામૌલીનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે હાથમાં ટ્રોફી લીધેલી જોવા મળે છે. તેમના ચહેરા પર જીતની ખુશા સાફ જોવા મળી રહી છે. આ પળ ન માત્ર RRR ફિલ્મ માટે પરંતુ ભારતીય સિનેમા માટે પણ ઘણી ખાસ છે.

આ પહેલા પણ લોસ એન્જેલસમાં આયોજિત 90મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં એસએસ રાજામૌલીની ફિલ્મRRRએ ઈતિહાસ રચ્યો હતો. આરઆરઆરના ગીત 'નાટુ નાટુ'એ બેસ્ટ ઓરિજીનલ સોંગનો એવોર્ડ જીત્યો છે. આ ઉપલબ્ધિ પર ફેન્સ ખુશીઓ જ મનાવી રહ્યા હતા અને હવે RRR બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીતીને પોતાની સફળતાનો પરચમ આખી દુનિયામાં લહેરાવી દીધો છે.

RRRની ગીત નાટુ નાટુએ એવોર્ડ જીત્યા પછી DIUના સર્વે પ્રમાણે, એસએસ રાજામૌલીની ફિલ્મ અને તેના ગીત 'નાટુ નાટુ' ને લોકોએ દુનિયાભરમાં સર્ચ કરવામાં આવી રહ્યા છે. એવોર્ડ મળ્યા પછીથી જ આ ગ્રાફમાં જબરજસ્ત ઉછાળ જોવા મળ્યો છે. ગુગલ ટ્રેન્ડ્સમાં પણ આ ગીત છવાયેલું જોવા મળ્યું છે. વિશ્વ સ્તરના ટ્રેન્ડને શોધતા જાણવા મળ્યું છે કે 11 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યે 80 થી 100 ટકા લોકોએ આ ગીતને સર્ચ કર્યું છે. કોઈએ RRR ફિલ્મ તો કોઈએ 'નાટુ નાટુ' ગીત તથા એસએસ રાજામૌલીના નામ દ્વારા તેને શોધવાની કોશિશ કરી હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp