શાહિદ કપૂરની બેગપેક આવી ચર્ચામાં, કિંમત જાણીને ચોંકી જશો

PC: aajtak.in

બોલિવુડના સિતારાઓની ચકાચૌંધ લાઈફ હર કોઈને તેમની જીવ લાઈફ જીવવા માટેના સપના જોવા મજબૂર કરી દે છે. પરંતુ તેમના જેવી લક્ઝુરીયસ અને ગ્લેમરસ લાઈફ જીવવાનું સૌ કોઈના નસીબમાં હોતું નથી. તેમના કપડાં થી લઈને તેઓની નાનામાં નાની વાતોનું લોકો ધ્યાન રાખતા હોય છે. હાલમાં જ શાહીદ કપૂરને એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો. આ દરમિયાન શાહીદે એક ક્યુટ બેગપેક કેરી કરેલું જોવા મળ્યો હતો.

શાહીદને મુંબઈના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેણે સફેદ કેપરી અને હૂડી પહેરેલું હતું. આ આઉટફીટનીસાથે શાહીદે બ્લેક કેપ અને સનગ્લાસિસ પહેર્યા હતા. આ વખતે શાહીદના આઉટફીટને બદલે તેની કેરીબેગે સૌનું પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું. અસલમાં લેધર મટિરીયલવાળું શાહીદનું આ કેરીબેગ ઘણું મોંઘું છે. દેખાવમાં એકદમ સ્ટાઈલિશ લાગતું શાહીદનું આ બેગપેક ગિવેન્ચી એન્ટીગોના બ્રાન્ડનું છે. જેની કિંમત ફક્ત 2990 યુએસ ડોલર્સ છે. ભારતીય કરન્સી પ્રમાણે તેની કિંમત માત્ર 2,19,400 રૂપિયાની છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પહેલા શાહીદ કપૂર પોતાના ત્રિપલ લેયર્ડ માસ્કને લીધે પણ ચર્ચાનું સ્થાન બન્યો હતો. તેને બે દિવસ પહેલા પણ જ્યારે મુંબઈના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો ત્યારેશાહીદે ચહેરા પર ત્રણ લેયરવાળું માસ્ક પહેરી રાખ્યું હતું. કેટલાંક યુઝર્સે શાહીદને તેના આ ત્રિપલ લેયર્ડ માસ્ક માટે ટ્રોલ પણ કર્યો હતો. એક યુઝરે અહીં સુધી કહ્યું હતું કે શાહીદ આ માસ્કમાં કદાચ શ્વાસ પણ લઈ શકતો નહીં હોય.

પરંતુ શાહીદ પણ ક્યાં શાંતિથી બેસી રહે તેવો છે. તેણે ટ્રોલર્સને ઊંધો જવાબ આપતા તેમની બોલતી બંધ કરી દીધી હતી. પોતાના લૂકને ડિફેન્ડ કરતા શાહીદે ટ્વીટ કર્યું હતું કે, એવું કંઈ જ નથી, હું તો ગયા વર્ષથી પોતાનો શ્વાસ રોકી રાખીને ઉભો છું. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહીદ કપૂર ટૂંક સમયમાં જર્સી નામી ફિલ્મમાં જોવા મળવાનો છે. ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મ જર્સીની જ હિન્દી રિમેક છે. પરંતુ આ ફિલ્મ માટે શાહીદે ઘણી મહેનત કરી છે, ઘણી ઈજાનો પણ સામનો કર્યો છે. તેની સાથે પોતાને ફીટ દેખાડવા માટે ફિટનેસ પર પણ ઘણું કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp