72 હુરે ફિલ્મ પણ કેરળ સ્ટોરીની જેમ ઊભો કરશે વિવાદ, હુર નો મતલબ છે કુંવારી યુવતી

સંજય પુરણ સિંહ ચૌહાણ દ્વારા ડિરેકટેડ ફિલ્મ ‘72 હુરેન’નું પહેલું ટીઝર 4 જૂને રીલિઝ થયું હતું. જેમાં પવન મલ્હોત્રા અને આમિત બશીર જેવા એક્ટરો મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ટીઝર દ્વારા આતંકવાદનું કારણ બતાવવામાં આવ્યું છે. કેવી રીતે કેટલાક કટ્ટરપંથીઓ ધર્મના નામે સામાન્ય લોકોને આતંકવાદી બનાવવા માટે છેતરામણી કરે છે.
ફિલ્મના ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ આતંકવાદની માનસિકતાને ઠેસ પહોંચાડે છે. ફિલ્મના નામ પરથી ખબર પડે છે કે, કઈ રીતે કેટલાક કટ્ટરપંથી સામાન્ય લોકોને જેહાદના નામ પર આતંકવાદનો રસ્તો અપનાવવા મજબૂર કરે છે અને તેમને વિશ્વાસ અપાવે છે કે જ્યારે તેઓ મોત બાદ જન્નતામાં જશે, ત્યારે ‘72 હુરેન’ (કુંવારી છોકરીઓ) તેમની સેવા કરશે.
ફિલ્મ ‘72 હુરેન’નું ટીઝર જોયા બાદ લોકો પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘અમે ફિલ્મની રાહ જોઈ રહ્યા છીએ, શાનદાર ટીઝર.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ફિલ્મની રીલિઝની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. નેટિઝન્સ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. અન્ય એક યુઝર કહે છે ‘ભયંકર. આ ફિલ્મ આતંકવાદ અને આતંકવાદીઓની માનસિકતા પર ખૂલીને વાત કરે છે. જો કે, કેટલાક લોકો એવા છે જેમને લાગે છે કે આવી ફિલ્મો મુસ્લિમો વિરુદ્ધ નફરત અને ડરને પ્રોત્સાહન આપશે.
Film 72 Hoorain will release on 7th July 2023.
— News Arena India (@NewsArenaIndia) June 4, 2023
pic.twitter.com/nfDMGKOXS8
એક યુઝરે લખ્યું કે, મુસ્લિમોને રાખીને પૈસા કમાવાની સરળ રીત છે અને ગમે તેમ કહી રહ્યા છે અને ભોળા લોકો એ સમજતા નથી. શું આપણાં દેશમાં મુસ્લિમ નથી અને શું તમે લોકો જાણો છો, તેમની બાબતે. જાગો મારા ભાઇ. બધુ અરસપરસ નફરત ફેલાવવા માટે છે. બીજા એક યુઝરે લખ્યું કે, આ નફરત વધારે દિવસ નહીં ચાલે, જનતા બધુ સમજી ચૂકી છે. તો એક અન્ય યુઝરે લખ્યું કે, તેમણે મુસ્લિમના નામથી પૈસા કમાવા છે. કમાવો દીકરા, જ્યારે દેશની મોટી પાર્ટી જ મુસ્લિમોના નામથી ચાલી રહી છે તો તમે કેમ પાછળ છો. મુસ્લિમોનાં નામથી જ બધાનો રોજગાર ચાલી રહ્યો છે.
As promised presenting to you the first look of our film #72Hoorain .
— Ashoke Pandit (@ashokepandit) June 4, 2023
I am sure you will like it .
What if you end up dying a brutal death instead of meeting 72 virgins, as assured by terrorist mentors? Presenting the first look of my upcoming film “72 Hoorain”. The film is… pic.twitter.com/hsbGkIxrhb
ફિલ્મ ફેસ્ટિવલમાં ‘72 હુરેન’ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2019માં ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં પ્રદર્શિત કરવામાં આવી હતી. સંજય પુરણ સિંહ ચૌહાણને વર્ષ 2021માં આ ફિલ્મ માટે શ્રેષ્ઠ ડિરેક્ટરનો રાષ્ટ્રીય એવોર્ડ આપવા આવ્યો હતો. ફિલ્મને જોઈને લાગે છે કે, દર્શકોને પણ ગમશે. આ ફિલ્મ આગામી મહિને 7 જુલાઇના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp