- Entertainment
- નોરા ફતેહી પછી આ પાકિસ્તાની એક્ટ્રેસ સાથે જોવા મળ્યો આર્યન ખાન, જુઓ ફોટા
નોરા ફતેહી પછી આ પાકિસ્તાની એક્ટ્રેસ સાથે જોવા મળ્યો આર્યન ખાન, જુઓ ફોટા
બોલિવુડના અભિનેતા શાહરુખ ખાનનો છોકરો આર્યન ખાન ઘણી વખત લાઈમલાઈટમાં બની રહે છે. ક્યારેક પોતાના લૂકને લઈને તો ક્યારેક પોતાની સ્ટાઈલને લઈને. આર્યન ખાનના ફોટા ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ આજકાલ આર્યન ખાન એક ખાસ કારણના લીધે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. હાલમાં આર્યન તેના રિલેશનશીપ સ્ટેટસને લઈને ચર્ચામાં છે.
આર્યન ખાનનું નામ સતત અલગ અલગ એક્ટ્રેસીસ સાથે જોડાતું રહ્યું છે. થોડા દિવસો પહેલા નોરા ફતેહી અને આર્યન ખાન વચ્ચે ડેટિંગને લઈને યુઝર્સ ક્યાસ લગાવતા નજરે ચઢ્યા હતા. પરંતુ હવે પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાને આર્યન ખાન સાથે ન્યુ યર સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો છે. હવે કેટલાંક લોકો કહી રહ્યા છે કે નોરા ફતેહી નહીં પરંતુ સાદિયા ખાનને તે ડેટ કરી રહ્યો છે. યુઝર્સ આ ફોટાને જોયા પછી કન્ફ્યુઝ જોવા મળી રહ્યા છે.

અસલમાં ન્યુ યરની ઉજવણી દરમિયાન આર્યન ખાન દુબઈમાં હતો. આ દરમિયાન નોરા ફતેહી અને આર્યન ખાને અલગ અલગ ફોટા શેર કર્યા હતા. જેના પછી આર્યન ખાન અને નોરા ફતેહીની ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું હતું. હવે આ વચ્ચે પાકિસ્તાની એક્ટ્રેસે આર્યન ખાન સાથેનો ફોટો શેર કર્યો છે. ફોટામાં જોઈ શકાય છે કે તે એક સેલ્ફી છે, જેમાં જમણી બાજુ આર્યન ખાન અને ડાબી બાજુ સાદિયા ખાન ઊભેલી જોવા મળે છે.

જ્યારે તેમના લૂક્સની વાત કરીએ તો આ ફોટામાં આર્યન ખાન રેડ ટી-શર્ટ અને વ્હાઈટ જેકેટમાં જોવા મળી રહ્યો છે. સાદિયાએ બ્લેક કલરનું આઉટફીટ પહેર્યું છે. જણાવી દઈએ કે આ પહેલા આઈફા એવોર્ડમાં સલમાન ખાન સાથે પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાનનો એક ફોટો પણ વાયરલ થયો હતો. આ ફોટો સામે આવતા જ ઘણો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને એક વખત ફરીથી ચર્ચા માર્કેટે આર્યન ખાનની ડેટિંગ અંગે જોર પકડ્યું છે. આર્યન ખાન અને સાદિયા ખાનના આ ફોટા પર યુઝર્સ અને ફેન્સ અલગ અલગ રીતના ક્યાસ લગાડી રહ્યા છે. તો અન્ય લોકોએ નારા અંગે દુખી થતા લખ્યું છે કે હવે નોરાનું શું થશે.

