પ્રિયંકાના સપોર્ટમાં ઉતર્યો વિવેક, કહ્યું- ઇન્ડસ્ટ્રીની આ ડાર્ક સાઇડ...

PC: mayapuri.com

હિંદી સિનેમાની જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાનું નામ હાલમાં સતત ચર્ચાઓમાં છે. હાલમા જ પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતા રાજકારણને લઇને મોટો ખુલાસો કર્યો હતો. ત્યારબાદથી પ્રિયંકા ચોપડા હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હોલિવુડમાં શિફ્ટ થઈ ગઈ. પ્રિયંકાના આ નિવેદન બાદ સિનેમા જગતના તમામ સેલેબ્સ તેને સપોર્ટ કરવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. દરમિયાન બોલિવુડના ફેમસ એક્ટર વિવેક ઓબરોયે પણ પ્રિયંકા ચોપડાના આ નિવેદનનું સમર્થન કર્યું છે અને પોતાની 20 વર્ષ જુની એ વિવાદિત પ્રેસ કોન્ફ્રેન્સને યાદ કરી છે.

હિંદી સિનેમાના દમદાર એક્ટર્સ પૈકી એક વિવેક ઓબરોય કોઇ અલગ ઓળખનો મોહતાજ નથી. પોતાના બિંદાસ અંદાજ માટે વિવેક ખૂબ જ જાણીતો છે. હાલમાં જ હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિવેક ઓબરોયે પ્રિયંકા ચોપડાના હાલના જ નિવેદન પર પોતાનું રિએક્શન આપ્યું છે. વિવેક ઓબરોયે કહ્યું છે કે, 20 વર્ષ પહેલા કરવામાં આવેલી પ્રેસ કોન્ફ્રેન્સ બાદ મેં ઘણુ બધુ ઝેલ્યું, ત્યારબાદ હું એ બધામાંથી પસાર થયો જે બિનજરૂરી હતું.

ખૂબ જ મુશ્કેલીઓ સહન કર્યા બાદ હું આ બધામાંથી બહાર નીકળી શક્યો હતો. ઘણુ બધુ લોબિંગ, ઘણી બધી દમનકારી સ્ટોરીઝ, જેવો કે પ્રિયંકા ચોપડા ઇશારો કરે છે. તેના અનુસાર, આ આપણી ઇન્ડસ્ટ્રીની એક ઓળખ રહી છે. આ બધુ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ડાર્ક સાઇડમાંથી એક રહ્યું છે. આ બધી બાબતો કોઇ વ્યક્તિને ખૂબ જ નિરાશાજનક અનુભવ કરાવી શકે છે. આ પ્રકારે પ્રિયંકા ચોપડાના નિવેદનને ધ્યાનમાં રાખીને વિવેક ઓબરોયે પોતાની વાત કહી છે.

થોડાં દિવસો પહેલ જ ડૈક્સ શેફર્ડના પોડકાસ્ટ દરમિયાન પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇને કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં થતા રાજકારણથી હું હેરાન થવા માંડી હતી. મેં એ લોકો સાથે બીફ લીધુ હતું. લોકોએ મારાથી અંતર બનાવવાનું શરૂ કરી દીધુ હતું. જે મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. ત્યારબાદ મેં મારા નવા સફરની શોધ માટે હોલિવુડ તરફ પ્રયાણ કર્યું. જણાવી દઇએ કે, વિવેક ઓબરોય પહેલા એક્ટ્રેસ કંગના રણૌત અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પણ પ્રિયંકા ચોપડાનું સમર્થન કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp