
કિસી કી ભાઈ કિસી કી જાન અને પોનીયિન સેલવાન-2 વચ્ચે ઘર્ષણપૂર્વકની શરૂઆત ચાલુ થઇ ગઈ છે. વીકેન્ડ સુધીમાં બંને ફિલ્મોએ 150 કરોડનો આંકડો પાર કરી લીધો હતો પરંતુ હવે ઐશ્વર્યાની ફિલ્મે સલમાનની ફિલ્મને પાછળ છોડી દીધી છે.
એપ્રિલમાં ભારતીય સિનેમાના બે મોટા સ્ટાર, સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન' અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોનીયિન સેલ્વન-2' વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.
આ બંને ફિલ્મો એક અઠવાડિયાના ગાળામાં રિલીઝ થઈ હતી. મણિરત્નમ દ્વારા નિર્દેશિત ઐતિહાસિક ફિલ્મ વિવિધ ભાષાઓમાં રિલીઝ થઈ હતી, જ્યારે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન' માત્ર હિન્દી ભાષામાં જ રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો ટૂંકા ગાળામાં વિશ્વભરમાં જોરદાર કમાણી કરી રહી છે.
બોક્સ ઓફિસ પર બંને વચ્ચે નેક ટુ નેક સ્પર્ધા જોવા મળી રહી છે. જો કે હવે સલમાનની ફિલ્મ દુનિયાભરમાં કમાણીના મામલામાં પાછળ રહી ગઈ છે. ચાલો જાણીએ કે PS-2 અને કિસી કી ભાઈ, કિસી કી જાન મેં દુનિયાભરમાં અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે.
'કિસી કા ભાઈ, કિસી કી જાન' ઈદના અવસર પર એટલે કે 21 એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મની ગતિ ભલે ધીમી પડી હોય, પરંતુ ફિલ્મ વિશ્વભરમાં અસાધારણ રીતે સારી કમાણી કરી રહી છે.
ભાઈજાન સલમાન ખાનની ફિલ્મે વીકેન્ડ સુધી દુનિયાભરમાં 150 કરોડનો આંકડો પાર કરી લીધો હતો, પરંતુ હવે આ ફિલ્મે સોમવારે લગભગ 174 કરોડની આસપાસની કમાણી કરી લીધી છે. દબંગ ખાનની ફિલ્મ વિશ્વભરમાં જે રીતે કમાણી કરી રહી છે, તે જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે તે ટૂંક સમયમાં 200 કરોડનો આંકડો પાર કરી લેશે.
સ્થાનિક બોક્સ ઓફિસ પર, કિસી કી ભાઈ, કિસી કી જાને કુલ 102 કરોડ અને પોનીયિન સેલવાન-2 એ 105 કરોડની કમાણી કરી હતી. ડોમેસ્ટિક બોક્સ ઓફિસ બાદ હવે ઐશ્વર્યા રાય અને ચિયાન વિક્રમની ચોલા સામ્રાજ્ય પર આધારિત ફિલ્મે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મને દુનિયાભરમાં કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે.
ફિલ્મે ચોથા દિવસે એટલે કે સોમવારે વિશ્વભરમાં કુલ 212.35 કરોડની કમાણી કરીને 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. અહીં તમને જણાવી દઈએ કે, 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ 7 થી 8 કરોડની કમાણી કરી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp