26th January selfie contest

સલમાનનું નામ લેતા જ એશને આવ્યો ગુસ્સો, તો વિવેક ઓબેરોયને લઇને જુઓ શું કહ્યું?

PC: khabarchhe.com

આપણે બધા જાણીએ છીએ કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એક-બીજા સાથે રિલેશનશીપમાં હતા. જો કે, બંનેનું બ્રેકઅપ ખૂબ જ ખરાબ નોટ પર થયું અને આ જ કારણ છે કે ઐશ્વર્યા રાય સલમાન ખાનનું નામ પણ સાંભળવા માગતી નથી. એવું જ ત્યારે થયું, જ્યારે ઐશ્વર્યા રાય કરણ જોહરના ચેટ શૉ ‘કોફી વિથ કરણ’માં પહોંચી હતી. એ સમય સુધી ઐશ્વર્યા રાય અને સલમાન ખાનનું બ્રેકઅપ થઇ ચૂક્યું હતું અને વિશ્વ સુંદરીની નજીકતા વિવેક ઓબેરોય સાથે વધી રહી હતી.

ખેર જેવું જ કરણ જોહરે સલમાન ખાનને લઇને સવાલ કર્યો તો ઐશ્વર્યા રાયે એવો જવાબ આપ્યો કે સલમાન ખાનના ફેન્સ પણ ફેરાન રહી જશે. શૉના હોસ્ટ કરણ જોહરે ઐશ્વર્યા રાયને પૂછ્યું કે, આ લોકોનું નામ સાંભળતા જ સૌથી પહેલા શું વિચારે છે? તેણે સૌથી પહેલા શાહરુખ ખાનનું નામ લીધું, જેને સાંભળતા જ ઐશ્વર્યા રાયે કહ્યું કે, આગામી સવાલ..’ ઐશ્વર્યા રાયનું રીએક્શન જોઇને કરણ જોહર પણ હેરાન હતો. તો જ્યારે કરણ જોહરે વિવેક ઓબેરોયનું નામ લીધું તો ઐશ્વર્યા રાયે મોડું કર્યા વિના કહ્યું કે, તે ખૂબ જ શાનદાર મિત્ર છે જેણે હંમેશાં સાથ આપ્યો.

સલમાન અને ઐશ્વર્યાના સંબંધ આ કારણે તૂટ્યા:

ઐશ્વર્યા રાય અને સલમાન ખાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર એક-બીજાની નજીક આવ્યા અને અહીથી જ બંનેના અફેરને લઇને ચર્ચાઓ શરૂ થવા લાગી હતી. જો કે, થોડા વર્ષો બાદ જ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું બ્રેકઅપ થઇ ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાનનો વધારે ગુસ્સો કરવું ઐશ્વર્યા રાયને પરેશાન કરતું હતું. એટલું જ નહીં ઘણી વખત સલમાન ખાન ઐશ્વર્યા રાયના ફિલ્મોના સેટ પર જઇને પણ હોબાળો કરી ચૂક્યો હતો.

આ કારણે ઐશ્વર્યા રાયે આ સંબંધને સમાપ્ત કરવાનું જ યોગ્ય સમજ્યું. તો ઐશ્વર્યા રાયે ક્યારેય પણ વિવેક ઓબેરોય સાથે પોતાના સંબંધ બાબતે વાત કરી નથી, પરંતુ સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચે દુશ્મનીનું કારણ પણ ઐશ્વર્યા રાય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો ઐશ્વર્યા રાયના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે પોન્નિયિન સેલ્વન (PS-2)માં નજરે પડવાની છે, જેમાં ઐશ્વર્યા રાય રાણી નંદીનીની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ (PS-2) 28 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp