વર્ષો પછી ઐશ્વર્યાને યાદ આવ્યો સલમાન, ઇન્ટરવ્યૂ દરમિયાન લીધું સલમાનનું નામ

બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતા અને અભિનયના દમ પર દુનિયાભરમાં એક અલગ જ ઓળખ બનાવી ચૂકી છે. કારકિર્દીની શરૂઆતથી જ ઐશ્વર્યા રાયની પર્સનલ લાઈફ અને રિલેશનશિપ પણ ખૂબ ચર્ચાઓમાં રહી. ઐશ્વર્યા અને સલમાન ખાનના રિલેશનથી તો આખી દુનિયા વાકેફ છે. હવે એકવાર ફરી ઐશ્વર્યા પોતાના ઈન્ટરવ્યુમાં સલમાન ખાનનું નામ લેતા જોવા મળી છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
ઐશ્વર્યાએ લીધું સલમાન ખાનનું નામ
વાસ્તવમાં, સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઐશ્વર્યા રાય આ ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મો અને સ્ટાર કાસ્ટ વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન જ તે સલમાન ખાનનું નામ પણ લે છે. ઐશ્વર્યાનો આ અંદાજ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અભિનેત્રીએ કહી આ વાત
ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાને સવાલ પૂછવામાં આવ્યો કે, ફિલ્મ 'મોહબ્બતેં'માં તેની અને શાહરૂખની જોડી બહુ ઓછા સમય માટે જોવા મળી, પરંતુ તેના ચાહકોને આ જોડી ખૂબ જ પસંદ આવી, જ્યારે દેવદાસને એકસાથે ઘણી ઓછી સ્ક્રીન સ્પેસ મળી અને ફિલ્મ 'જોશ'માં તે શાહરૂખ ખાનની બહેનના રોલમાં જોવા મળી, એવામાં તેણે પણ તે વાતનું દુખ છે કે શું ? જે સવાલનો જવાબ આપતા ઐશ્વર્યાએ કહ્યું, ‘નહીં, એવું બિલકુલ નથી. હું મન્સૂરની સાથે કામ કરવા માંગતી હતી અને શરૂઆતમાં આ કાસ્ટમાં આમિર અને સલમાનને સામેલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને પછી ફાયનલી શાહરૂખને લેવામાં આવ્યો તો કાસ્ટ બદલાતી રહે છે.’
બ્રેકઅપ પછી મૂવ ઓન કરી ચૂક્યા છે સલમાન-ઐશ્વર્યા
અહીં તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની જોડી બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીઓમાં સામેલ છે. બન્નેએ સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી પરંતુ રિયલ લાઈફમાં તેમની જોડી નહીં બની શકી. વર્ષો પહેલા બ્રેકઅપ પછી બંનેએ મૂવ ઓન કર્યું. ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા અને બન્નેની એક દિકરી આરાધ્યા પણ છે, ત્યારે સલમાન ખાન હજુ પણ સિંગલ લાઈફનો એન્જોય કરી રહ્યો છે અને ફિલ્મોમાં પોતાને વ્યસ્ત રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp