જેલમાં આર્યન અને રાજ કુંદ્રાને મળ્યો હતો એજાજ, કહ્યું- એક ટોયલેટમાં 400 કેદી

ડ્રગ કેસમાં એક્ટર એજાજ ખાન આશરે 26 મહિના સુધી જેલમાં બંધ હતો. પછી સુપ્રીમ કોર્ટમાંથી તેને જામીન મળી ગયા. હવે તે છૂટીને પોતાના ઘરે પહોંચી ચુક્યો છે. તેણે હાલમાં જ જેલમાં પોતાના એક્સપીરિયન્સ વિશે ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે, તે એન્ઝાઇટી અને ડિપ્રેશનમાંથી પસાર થયો. જેલમાં કેદીઓની સ્થિતિ એવી હતી કે તે દુનિયાની સૌથી ભીડભાડવાળી જગ્યા હતી. ત્યાં એક ટોયલેટમાં 400 કેદી જતા હતા. તેણે એવુ પણ જણાવ્યું કે, તે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને પણ મળ્યો હતો.
વર્ષ 2021માં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ મામલામાં એજાજ ખાનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ એક્ટરે દાવો કર્યો કે, તેની પાસે માત્ર કેટલીક ઊંઘની ગોળીઓ હતી. બે વર્ષ કરતા વધુ સમય સુધી જેલમાં રહ્યા બાદ એજાજને જામીન મળી ગયા. એજાજ ખાને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું, જેલની અંદર એક દિવસ એક વર્ષ જેવો લાગે છે. હું તે વ્યક્તિઓ વિશે કંઇ નથી કહેવા માંગતો, જેણે મારી વિરુદ્ધ મામલો બનાવ્યો (સમીર વાનખેડેના સંદર્ભ), અને દુનિયા જોઈ રહી છે કે તેની સાથે શું થઈ રહ્યું છે. હું તેને શુભકામના આપુ છું. નિર્ણય સંભળાવતા પહેલા જ મને દોષી માની લેવામાં આવ્યો. આખરે મને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા પરંતુ, હું 26 મહિના સુધી જેલમાં હતો. હું કામ અને મારા દીકરાને મોટો થતા જોવાથી ચૂકી ગયો.
એજાજ ખાને આર્થર રોડ જેલની દુનિયાની સૌથી ભીડભાડવાળી જેલ ગણાવી કારણ કે, ત્યાં 800ની ક્ષમતાની સરખામણીમાં આશરે 3500 કેદી છે. તેણે કહ્યું, એક ટોયલેટમાં 400 કેદી જાય છે. તે ટોયલેટની સ્થિતિની કલ્પના કરો. હું એન્જાઇટી અને ડિપ્રેશનમાંથી પસાર થયો. આ મુશ્કેલ હતું પરંતુ, મારે મારી ફેમિલી માટે જીવિત રહેવાનું હતું, જેમા મારા 85 વર્ષના પિતા, પત્ની અને દીકરો સામેલ છે.
એક્ટરે આગળ કહ્યું, હું જેલની અંદર રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ, સંજય રાઉત, અરમાન કોહલી, આર્યન ખાન અને રાજ કુંદ્રાને મળ્યો. તમે નહીં ઇચ્છશો કે તમારો દુશ્મન પણ તેમાંથી પસાર થાય. મેં શરૂઆતમાં મારા દીકરાને મળવાનો ઇન્કાર કરી દીધો હતો કારણ કે, હું નહોતો ઇચ્છતો કે તે મને જેલમાં જુએ. પરંતુ, આખરે 6 મહિના બાદ તેને મળ્યો કારણ કે, તે ઇચ્છતો હતો કે તે મારી પાસેથી મારી સ્ટોરી જાણે અને દુનિયા માટે મજબૂત બને. તેણે એ પણ જણાવ્યું કે, તેણે પોતાના એક્સપીરિયન્સ પર એક બુક લખી છે, જેને તે એક વેબ સીરિઝમાં બદલવા ઇચ્છે છે.
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને પીસીબીની છાપેમારી બાદ કથિત ડ્રગ્સના સેવન અને ષડયંત્રના આરોપમાં આર્થર રોડ જેલમાં 22 દિન વીતાવ્યા. બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો અને ક્લીન ચિટ આપી દેવામાં આવી. બીજી તરફ, બિઝનેસમેન અને શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી સાથે સંકળાયેલા મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, એક્ટર અરમાન કોહલીના ઘરમાંથી એનસીબીએ 1.2 ગ્રામ કોકીન જપ્ત કરાયા બાદ તેને આર્થ રોડ જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.
એજાજ ખાન બિગ બોસ 7માં દેખાયો હતો. તેણે બોલિવુડમાં પોતાનું કરિયર 2003માં રીલિઝ થયેલી મુવી ‘પથ’થી શરૂઆત કરી અને એકતા કપૂરના ટીવી શો ક્યા હોગા નિમ્મો કા (2007)નો હિસ્સો હતો. તે કહાની હમારે મહાભારત કી, કરમ અપના અપના અને રહે તેરા આશીર્વાદ માં પણ દેખાયો હતો. તેણે રિયાલિટી શો બોલિવુડ ક્લબ પણ જીત્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp