આકાંક્ષા દુબે મોતના કેસમાં મોટો ખુલાસો, ભોજપુરી એક્ટ્રેસના કપડાઓ પર મળ્યું...

ભોજપુરી ફિલ્મોની ચર્ચિત એક્ટ્રેસ આકાંક્ષા દુબેના મોતના કેસમાં હવે નવો વળાંક આવી ગયો છે. આકાંક્ષા દુબેના કપડાઓની તપાસમાં સ્પર્મ જોવા મળ્યા છે. ત્યારબાદ પોલીસે તપાસનો દાયરો હજુ વધારી દીધો છે. હવે વારાણસી પોલીસના જેલમાં બંધ મુખ્ય આરોપી ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના મિત્ર સંજય સિંહ સહિત 4 લોકોની DNA ટેસ્ટ કરાવવાની મંજૂરી કોર્ટ પાસે માગી છે. 25 એપ્રિલના રોજ સારનાથની એક હોટલમાં ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેની માતાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો.
આકાંક્ષા દુબેના પરિવાર તરફથી આત્મહત્યાને હત્યા બતાવતા ભોજપુરી ગાયક સમર સિંહ અને સંજય સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સમર સિંહ અને સંજય સિંહની પોલીસે ધરપકડ કરીને જેલ મોકલી દીધા હતા. અત્યારે આ કેસની તપાસ ચાલી રહી છે. જો કોર્ટ પોલીસને સંજય સિંહ અને સમર સિંહ સહિત 4 લોકોના DNA ટેસ્ટની મંજૂરી આપી દે છે તો જલદી જ આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં સત્ય બહાર આવી શકે છે.
આ નવા ખુલાસાને લઈને વારાણસી કમિશનરેટના એડિશનલ કમિશનર સંતોષ સિંહે જણાવ્યું કે, આ કેસમાં વધારે પુરાવા અમારી પાસે નહોતા. એક્ટ્રેસના જૂના કપડાઓના આધાર પર 4 આરોપીઓ સમર સિંહ, સંજય સિંહ, સંદીપ અને અરુણ રાયના DNA સેમ્પલના પરીક્ષણ માટે કોર્ટ પાસે મંજૂરી માગી છે. કોર્ટનો આદેશ આવતા જ DNA ટેસ્ટ કરાવવામાં આવશે. તો ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબેના વકીલ શશાંક શેખર ત્રિપાઠીએ જણાવ્યું કે, આકાંક્ષા દુબેના કપડાઓમાંથી સ્પર્મની પુષ્ટિ થઈ છે અને આ વાતને અમે સતત કહી રહ્યા છે કે તેની સાથે મિસ હેપનિંગ થઈ છે.
વકીલે આગળ કહ્યું કે, તેણે જે કપડાં પહેર્યા હતા તે એક્ટ્રેસના નહોતા. તેની સાથે ખોટું કરવામાં આવ્યું અને પછી તેની હત્યા કરવામાં આવી. આ વાતને અમે લોકો પહેલા દિવસથી જ કહી રહ્યા હતા કે આ કેસમાં રેપનું એંગલ છે અને તેના પર પણ તપાસ કરવામાં આવે. પોલીસ શરૂઆતી સમયમાં તેને આત્મહત્યા બતાવવા પર અડેલી હતી. હવે જે કપડામાં સ્પર્મ મળ્યું છે તેનાથી આ ઘટના પાછળ જે લોકો છે તેમનો પરદો ઉઠી જાય છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આરોપીઓના DNA પરીક્ષણની મંજૂરી આપે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp