આકાંક્ષા મોત મામલે બોયફ્રેન્ડ સામે FIR,એક્ટ્રેસની માએ કહ્યુ-સમરે આપી હતી ધમકી

ભોજપુરી ફિલ્મોની એક્ટ્રેસ આકાંક્ષા દુબેના મોતના મામલામાં એક નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે. હાલમાં જ વારાણસી પહોંચેલી આકાંક્ષાની માતા મધુ દુબેએ પોતાની દીકરીના મોતને આત્મહત્યા ના માનતા, તેને હત્યા ગણાવી હતી. એટલું જ નહીં, મધુએ ડાયરેક્ટ ફેમસ ભોજપુરી સિંગર સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર હત્યાનો આરોપ પણ લગાવી દીધો છે. આકાંક્ષા દુબેની માએ આ આરોપોના સંબંધમાં સારનાથ પોલીસ સ્ટેશનમાં તે બંને વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે અને ન્યાયની માંગણી કરી છે. ત્યારબાદ પોલીસે સમય અને સંજય વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો અને મામલાની તપાસ કરી રહી છે.

આકાંક્ષાની માએ સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહને દીકરીના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. તેમજ, આરોપ લગાવ્યો છે કે બંનેએ જ આકાંક્ષાના પૈસા રોકી રાખ્યા હતા. મધુએ હત્યાની પાછળનું કારણ જણાવ્યું કે આકાંક્ષા દુબેના કામના બદલામાં બંનેએ જ કરોડો રૂપિયાનું ચુકવણી કરી ન હતી અને હત્યાની ધમકી પણ આપી દીધી હતી. આકાંક્ષાની માનું કહેવુ છે કે, પૈસા ના આપવા પડે એટલે સમર અને સંજયે તેની હત્યા કરી દીધી છે.

ભોજપુરી સિનેમામાં ઝડપથી ઊંચાઈ પર પહોંચનારી અને ખૂબ જ નામના મેળવી ચુકેલી એક્ટ્રેસ આકાંક્ષા દુબેનું મોત કાલે વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનની હદમાં હોટેલ સોમેન્દ્ર રેસિડન્સીના રૂમ નંબર 105માં થયું હતું. આકાંક્ષાનું શવ તે રૂમમાં પંખાના સહારે લટકેલું મળી આવ્યું હતું. પોલીસ શરૂઆતથી જ મામલાને આત્મહત્યા માનીને તપાસ કરી રહી છે પરંતુ, આજે આ હાઈ પ્રોફાઇલ મામલામાં એક નવો ટ્વિસ્ટ આવ્યો. મુંબઈથી આવેલી આકાંક્ષાની મા મધુ દુબેએ તેને આત્મહત્યા માનવાનો ઇન્કાર કરી દીધો અને હત્યાનો આરોપ કોઈ અન્ય પર નહીં પરંતુ, ભોજપુરી ઇન્ડસ્ટ્રીના ચર્ચિત સિંગર સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર લગાવ્યો.

મધુ દુબેએ જણાવ્યું કે, છેલ્લાં 3 વર્ષથી તેની દીકરી ભોજપુરી સિંગર સમર સિંહના સંપર્કમાં હતી. આ દરમિયાન સમર સિંહે તેની પાસે ઘણું કામ કરાવ્યું અને દરેક મ્યુઝિક આલ્બમની જ્યાં 70000 ચુકવણી થાય છે, તો 3 વર્ષ સુધી કામ કરાવ્યા બાદ પણ એક રૂપિયો પણ ના આપ્યો. આ રીતે આકાંક્ષાના લગભગ બેથી ત્રણ કરોડ રૂપિયા સમર સિંહ પાસે બાકી થઈ ગયા. તેને લઈને ગત 21 માર્ચે બસ્તીમાં શૂટિંગ દરમિયાન આકાંક્ષાને સમરના ભાઈ સંજય સિંહે ધમકી પણ આપી હતી. કારણ કે, આકાંક્ષાએ તેના દ્વારા નવી ખરીદવામાં આવેલી ગાડીના સ્ટેટસ પર એવી કમેન્ટ કરી હતી કે બીજાના પૈસા પર એશ કરી લો. ત્યારબાદ સંજય સિંહે ફોન કરીને આકાંક્ષાને ગાયબ કરી દેવાની ધમકી આપી હતી.

આકાંક્ષાની મા મધુએ જણાવ્યું ધમકીવાળી વાત આકાંક્ષાએ એ જ દિવસે તેમને ફોન પર જણાવી હતી. મધુએ સમર સિંહ અને આકાંક્ષા વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધોનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, બંને વચ્ચે પતિ-પત્ની કે પછી લિવ ઇન જેવા કોઈ રિલેશન નહોતા. સમર સિંહે તેમની દીકરી સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ, તેમણે ના પાડી દીધી હતી. મધુએ સ્પષ્ટરીતે આરોપ લગાવ્યો કે તેમની દીકરીની હત્યા થઈ છે. એટલે જ્યાં સુધી સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહની ધરપકડ ના થાય ત્યાં તેઓ પોતાની દીકરીના અંતિમ સંસ્કાર નહીં કરશે. તેમણે એવુ પણ જણાવ્યું કે, સમર સિંહ બીજા કોઈની સાથે કામ કરવા પર આકાંક્ષાને રોકતો પણ હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.