અક્ષય કુમાર તેના જન્મદિવસે મહાકાલના દરબારમાં પહોંચ્યો, શિખર ધવન પણ દેખાયો

PC: bansalnews.com

વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં દેશની મોટી હસ્તીઓ સતત આશીર્વાદ લેવા આવી રહી છે. ફેમસ એક્ટર અક્ષય કુમાર પોતાના જન્મદિવસ નિમિત્તે બાબા મહાકાલેશ્વરના ધામ ઉજ્જૈન પહોંચ્યો અને મહાકાલના આશીર્વાદ લીધા. અક્ષય કુમારની સાથે જાણીતો ક્રિકેટર શિખર ધવન પણ મહાકાલના દર્શન માટે પહોંચ્યો હતો. બંને સિતારાઓએ વહેલી સવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતીના દર્શન કર્યા હતા અને ગર્ભગૃહના દરવાજે માથું નમાવીને બાબાના આશીર્વાદ લીધા હતા.

મહાકાલ દર્શન દરમિયાન અક્ષય કુમાર અને શિખર ધવન ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અક્ષય કુમારે પરંપરાગત ભગવા રંગના કપડાં પહેર્યા હતા. તેણે કપાળ પર ત્રિપુંડ લગાવ્યું અને નંદી મંડપમાં બેસીને ભગવાન મહાકાલની આરાધના કરી. ક્રિકેટર શિખર ધવન પણ ભક્તિમાં રંગાયેલો જોવા મળ્યો.

બંને દિગ્ગજ ઇન્દોર એરપોર્ટથી સીધા મંદિર પહોંચ્યા અને ભસ્મ આરતીના દર્શન કર્યા પછી મહાકાલ લોક પહોંચ્યા. અક્ષય કુમારની સાથે તેની બહેન, ભાણેજ અને પુત્ર પણ હતા. ક્રિકેટર શિખર ધવન પણ તેના પરિવાર સાથે મહાકાલના દર્શન માટે પહોંચ્યો હતો. તેણે ભસ્મ આરતીના દર્શન કર્યા. આ પછી, તેઓ નંદી મંડપમાં બેઠા અને લાંબા સમય સુધી ભગવાન શિવની પૂજા કરી. ભસ્મ આરતી પછી, અક્ષય કુમારે ગર્ભગૃહના દરવાજેથી મહાકાલના આશીર્વાદ લીધા, જ્યાં પૂજારીએ તેમને માળા પહેરાવી. અક્ષય કુમારે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે, આપણો દેશ આગળ વધતો રહે અને બાબાના આશીર્વાદ રહે. શિખર ધવને કહ્યું કે, તેણે ભગવાનનો આભાર માન્યો છે કે, તેણે અમને અહીં બોલાવ્યા અને તેમના આશીર્વાદ લીધા. જ્યારે શિખર ધવનને વર્લ્ડ કપ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અક્ષય કુમારે મજાકમાં કહ્યું કે, શું નાની-નાની વસ્તુઓ માંગવાની તેઓ તો એમ જ જીતી જશે. બાબા મહાકાલ પાસેથી તો પ્રગતિ મંગાય છે અને આપનો દેશ ખૂબ પ્રગતિ કરે, જય મહાકાલ.

મંદિરના પૂજારી આશિષ ગુરુએ જણાવ્યું કે, ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને ક્રિકેટર શિખર ધવન બાબા મહાકાલ મહેશની ભસ્મ આરતીમાં હાજરી આપવા પહોંચ્યા છે. અક્ષય કુમારે તેમના જન્મદિવસ પર પરિવાર સાથે બાબા મહાકાલની મુલાકાત લીધી હતી. તેણે કહ્યું કે, અક્ષય કુમારે દેશ અને પોતાના માટે શુભકામનાઓ માંગી હતી. આ દરમિયાન આશિષ પૂજારીએ મહાકાલ મંદિરની ભસ્મ આરતી અને તેના પૌરાણિક મહત્વ વિશે માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp