અક્ષયે ફિલ્મ હિટ કરાવવાના ચક્કરમાં કર્યું આ કારનામું

PC: instagram.com/akshaykumar

બોલિવુડમાં મિસ્ટર ખેલાડી અક્ષય કુમારે ફરી એક વખત પોતાની ધમાકેદાર રમત દેખાડી દીધી છે. હાલના દિવસોમાં તે પોતાની ફિલ્મ ‘સેલ્ફી’ને લઇને જોરદાર લાઇમલાઇટમાં છે. આ ફિલ્મને હિટ બનાવવા માટે અક્ષય કુમાર ખૂબ મહેનત કરી રહ્યો છે. તો આ દરમિયાન તેણે કંઇક એવું કારનામું કરી દીધું કે વર્લ્ડ રેકોર્ડ જ તૂટી ગયો. અક્ષય કુમારે એક મામલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર જોરદાર શુભેચ્છાઓ મળી રહી છે.

હાલમાં જ અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘સેલ્ફી’ના પ્રમોશન દરમિયાન મુંબઇમાં હતો. આ દરમિયાન તેણે પોતાની ફિલ્મનું પ્રમોશન એકદમ અલગ અંદાજમાં કર્યું. અક્ષય કુમારે પોતાની ફિલ્મનું નામ ઇતિહાસમાં નોંધાવવા માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. તેણે રેકોર્ડ તોડતા 184 સેલ્ફી લઇ નાખી. આ કારનામું તેણે માત્ર 3 મિનિટમાં કરી દેખાડ્યું છે. બસ પછી શું હતું હવે અક્ષય કુમાર 3 મિનિટમાં સૌથી વધુ સેલ્ફી લેનારો વ્યક્તિ બની ગયો છે. અક્ષય કુમારે પોતે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

એક્ટરે લખ્યું કે, ‘હું આ અનોખા રેકોર્ડને તોડવા અને પોતાના ફેન્સ સાથે પળ શેર કરવા માટે ઉત્સાહિત છું! પોતાના ફેન્સના અનકન્ડિશનલ લવ અને તેમના સાથના કારણે જ હું આજે જિંદગીમાં આ બધુ હાંસલ કરી શક્યો છું. આજે હું જ્યાં પણ છું તેમના કારણે છું. આ મારી તરફથી એક નાનકડી ગિફ્ટ.’

આ પહેલા આ રેકોર્ડ અમેરિકાના જેમ્સ સ્મિથના નામે નોંધાયેલો હતો. તેણે 3 મિનિટમાં 168 સેલ્ફી ખેચી હતી. તો આ અગાઉ વર્ષ 2015માં એવું જ કારનામું હોલિવુડ એક્ટર ડ્વેન જોનસને પણ કર્યું હતું અને વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો હતો. ડ્વેન જોનસને લંડનમાં સેન એન્ડ્રિયાઝના પ્રીમિયરમાં 3 મિનિટમાં 105 સેલ્ફી ક્લિક કરી હતી. જો વાત કરીએ ફિલ્મ ‘સેલ્ફી’ની તો અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફી 24 ફેબ્રુઆરી 2024ના રોજ રીલિઝ થવા જઇ રહી છે. તેને લઇને ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે કેમ કે આ પહેલી વખત છે જ્યારે અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી એક સાથે સ્ક્રીન શેર કરતા નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp