સલમાન અને શાહરૂખને પાછળ છોડીને અક્ષય કુમાર નંબર 1 ફેવરિટ સ્ટાર બન્યોઃ Ormax

PC: koimoi.com

બોલીવુડ પર હંમેશાથી ખાન ફેક્ટરનો દબદબો હંમેશાથી રહ્યો છે. પણ આ વખતે એકલો અક્ષય કુમાર ત્રણે ખાન પર ભારે પડી રહ્યો છે. અક્ષય કુમાર બોલીવુડનો એકમાત્ર એવો સ્ટાર છે કે જેની દર વર્ષે 3થી 4 ફિલ્મ રીલિઝ થાય છે. ગયા વર્ષે કોરોનાના કારણે દેશમાં લોકડાઉન હતું અને આ લોકડાઉન પછી પહેલી વખત જ્યારે, સિનેમા હોલ ખુલ્યા ત્યારે અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી' રીલિઝ થઇ હતી. આ ફિલ્મ લાંબા સમય બાદ ખુલેલા સિનેમાઘરોમાં આશા કરતા ઓછા દર્શકોને આવવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2022માં પણ અત્યાર સુધી અક્ષય કુમારની બે ફિલ્મો રીલિઝ થઇ ચૂકી છે, જેમાં 'બચ્ચન પાંડે' અને 'સમ્રાટ પૃથ્વીરાજ' શામેલ છે.

મીડિયા ઇનસાઇટ્સ ફર્મ ઓરમેક્સે ડિસેમ્બર, 2022માં ટોપ મોસ્ટ પોપ્યુલર મેલ હિંદી ફિલ્મનું લિસ્ટ બહાર પાડ્યું છે. તેમાં બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનથી લઇને સલમાન ખાનનું નામ શામેલ છે. પણ સૌથી ચોંકાવનારી વાત છે કે, પહેલા નંબર પર એક્ટર અક્ષય કુમારનું નામ આવ્યું છે. જ્યારે, શાહરૂખ જ્યાં બીજા નંબર પર છે તો સલમાન ત્રીજા નંબર પર આવ્યો છે. તે સિવાય ટોપ 10ના લિસ્ટમાં કાર્તિક આર્યનનું નામ પણ સામે આવ્યું છે.

ઓરમેક્સ લિસ્ટની વાત કરીએ તો સેલેબ્સની ફિલ્મો અને એડવર્ટાઇઝમેન્ટના આધાર પર એને તેમની આખી બ્રાન્ડ વેલ્યુને ધ્યાનમાં રાખતા પહેલા નંબર પર અક્ષય કુમાર, બીજા નંબર પર શાહરૂખ ખાન, ત્રીજા નંબર પર સલમાન ખાન, ચોથા નંબર ઋતિક રોશન, પાંચમા નંબર પર રણબીર કપૂર, છઠ્ઠા નંબર પર અજય દેવગણ, સાતમા નંબર પર રણવીર સિંહ, આઠમા નંબર પર વરૂણ ધવન, નવમા નંબર પર આમિર ખાન અને દસમાં નંબર પર કાર્તિક આર્યન આવ્યો છે.

ફિલ્મોની વાત કરે તો શાહરૂખ ખાને ગયા 4 વર્ષોમાં ફિલ્મો નથી કરી. જોકે, 25મી જાન્યુઆરીના રોજ તેની ફિલ્મ 'પઠાણ' રીલિઝ થવા જઇ રહી છે, જેની ચર્ચા હાલ જોરમાં ચાલી રહી છે. જ્યારે, અક્ષય કુમારની વાત કરીએ તો તેની વર્ષ 2022માં રીલિઝ થયેલી ફિલ્મ 'રક્ષાબંધન' અને 'રામ સેતુ'ને બોક્સ ઓફિસ પર વધારે સફળતા ન મળી. જોકે, આ વર્ષે તેની ફિલ્મ 'સેલ્ફી', 'OMG2' અને 'બડે મિયાં છોટે મિંયા 2' જેવી મોટા બજેટની ફિલ્મો રીલિઝ થવા જઇ રહી છે, જેના કારણે ફેન્સ ખુશ છે. જ્યારે, સલમાન ખાનની વાત કરીએ તો ફેન્સ દબંગ ખાનની ટાઇગર સીક્વલની રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp