અક્ષય બોલ્યો- આ વસ્તુની જાહેરાત કરવી જિંદગીની સૌથી મોટી ભૂલ, કારણ પણ જણાવ્યું

PC: indiatoday.in

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખેલાડી અક્ષય કુમારથી પણ જીવનમાં ભૂલો થઇ છે. જેમને તેઓ ખૂલીને અપનાવે છે. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં અક્ષય કુમારે કરિયરમાં પોતાની આ ભૂલો પર વાત કરી, જેને લઇને તેને પોતાને રિયલાઇઝેશન થયું. આ કાર્યક્રમમાં અક્ષયે માત્ર એટલું જ નહીં, પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પર ખૂલીને વાત કરી. એન્કરે એક્ટરને કહ્યું કે, પુત્ર આરવ, પત્ની ટ્વિંકલના ફિલ્મ ક્રિટિક બનવાથી લઇને ફિલ્મો ફ્લોપ થવા સુધી, તમે જવાબ આપ્યો, પરંતુ હવે વાત કરીએ ભૂલોની.

તમે ક્યારેય પોતાના જીવનમાં ભૂલ કરી છે, જેને તમે વિચાર્યું કે આ મારાથી ભૂલ થઇ ગઇ અને તમે તેનો સ્વીકાર કર્યો હોય? સમય ગુમાવ્યા વિના અક્ષયને તે એલચીની એડ યાદ આવી જાય છે, જે તેણે એક પાન મસાલા કંપની માટે કરી હતી. તે કહે છે કે, હાં મેં ભૂલ કરી છે. મેં સ્વીકારી લીધું હતું. જેમાં મેં તે એલચીની એડ કરી હતી. તે મારાથી ભૂલ થઇ હતી. મેં સ્વીકાર કર્યો. એ રાત્રે મને ઊંઘ આવી રહી નહોતી તો મેં લખ્યું. પોતાના દિલની વાત લખી. મને લાગે છે કે દરેક વ્યક્તિ ભૂલ કરીને શીખે છે તો મેં શીખી લીધું હતું. મેં જ્યારે લખ્યું તો સુધરી ગયાની વાત હતી.

અક્ષય કુમારે જે માફીનામું ફેન્સ સાથે શેર કર્યું હતું, તેમાં તેણે લખ્યું હતું કે મને ઘણી ઑફર્સ આવે છે. મને ઘણી મોટી મોટી ગુટખા કંપનીની ઑફર્સ આવે છે કે, કરો અને અગણિત અમાઉન્ટ આપવા તૈયાર રહે છે, પરંતુ વાત તેની નથી. સ્વાસ્થ ભારત માટે હું આ કામ નહીં કરું. હું ખોટું કામ નહીં કરું. વર્ષ 2018માં આ વાત અક્ષયે જ કહી હતી કે તે સ્વસ્થ ભારત માટે ક્યારેય ગુટખાની એડને એન્ડોર્સ નહીં કરે. એવામાં અક્ષયને પોતાની જ વાતને ભૂલીને 4 વર્ષ બાદ તંબાકુ બ્રાન્ડને એન્ડોર્સ કરવું યુઝર્સને સમજ પડી રહી નહોતી.

લોકોએ એક્ટરને ખૂબ ટ્રોલ કર્યો હતો. ટ્રોલિંગની આ અસર હતી કે અક્ષયે પાન મસાલા કંપનીથી પોતાને દૂર કરી લીધો. તેને પોતાની ભૂલનો અનુભવ થઇ ગયો હતો. અક્ષય કુમારે આ ઇન્ટરવ્યૂમાં પોતાની સતત ફ્લોપ થઇ રહેલી ફિલ્મો બાબતે પણ વાત કરી અને કહ્યું કે, આ પ્રકારની વસ્તુ તેની સાથે પહેલી વખત થઇ રહી નથી. ઘણી વખત ઓડિયન્સ બદલી રહી હોય છે અને આપણે પોતાને ફરીથી ઝીરોથી રીક્રિએટ કરવા પડે છે, પબ્લિકનો ટેસ્ટ સમજવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp