અક્ષય કુમારે ફિલ્મો ફ્લોપ જઈ રહી છે તેના પર કહ્યું- જો ફિલ્મ નથી ચાલતી તો...

PC: indiatimes.com

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર એક પછી એક ફિલ્મો આપી રહ્યો છે. ગત ત્રણ મહિનાઓમાં અક્ષય કુમારે બે ફ્લોપ આપી છે. આગળ તેની પાસે અન્ય 9 ફિલ્મો છે, જે હાલમાં લાઈનમાં છે. હાલમાં જ અક્ષય કુમારની એક ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે, આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અક્ષય કુમારે ગત ફ્લોપ ફિલ્મોની જવાબદારી પોતે જ લઇ લીધી.

કેમ થઇ રહી છે ફિલ્મો ફ્લોપ?

અક્ષય કુમારે મીડિયા ઈન્ટરેકશનમાં કહ્યું કે, ‘જો ફિલ્મ નથી ચાલતી, તો તેની જવાબદારી મારે લેવી જોઈએ અને હું લઉં પણ છું. હું મારી વસ્તુઓમાં બદલાવ કરીશ અને તેના પર ધ્યાન આપીશ કે, અંતે મને કેવી ફિલ્મો કરવી જોઈએ? મેં કેવી રીતની સ્ક્રીપ્ટ્સની પસંદગી કરવી જોઈએ? જેથી મારી ઓડિયન્સ મને પસંદ કરી શકે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મો સારું પરફોર્મ કરી શકે. કેમ કે હું વિચારૂ છું કે, જો હું કોઈ ફિલ્મ કરી રહ્યો છું, તેમાં હું લીડ રોલ પ્લે કરી રહ્યો છું, તો તેની પૂરી જવાબદારી મારા પર આવે છે.‘

OTT પ્લેટફોર્મ પર ફિલ્મો કેટલું પરફોર્મ કરી શકે છે, થિએટર્સથી વધારે? આ પ્રશ્નનો જવાબ આપતા અક્ષય કુમારે કહ્યું કે, બંને જગ્યાની ઓડિયન્સ અલગ છે. બંને જગ્યાએ લોકોને અધિકાર છે. એવું કહેવાનું કે, તેમને ફિલ્મ પસંદ આવી કે નહીં. OTT પર પણ તમારી ફિલ્મ જાય છે, રીલિઝ થાય છે, લોકો તેને જુએ છે, મીડિયા જુએ છે, ક્રિટીક્સ તે ફિલ્મને જુએ છે, તેઓ પોતાનું ઓપનીયન આપે છે કે, તેમને ફિલ્મ પસંદ આવી કે નહીં અને મારા માટે થિએટર અને OTT પ્લેટફોર્મ બંને જગ્યાના ફિલ્મ રીવ્યૂ મહત્વના છે. તમારે ફિલ્મમાં મહેનત કરવાની હોય છે અને માત્ર આ જ એક રીત છે, જ્યારે તમે એક્ટીવ રહી શકો છો. તમને લોકોનું ફિલ્મોને લઈને ટેસ્ટ પણ આ માધ્યમથી ખબર પડશે.

અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરવામાં આવે તો આમાં ‘જોલી LLB 3’, ‘કેપ્સૂલ ગિલ’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘ગોરખા’, Soorarai Pottru ની હિન્દી રીમેક, ‘OMG 2’ અને ‘સેલ્ફી’ શામેલ છે. અત્યાર સુધી રીલિઝ થયેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષા બંધન’ બંને ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી છે, બંને ફિલ્મો અપેક્ષા પ્રમાણે કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. ઓડિયન્સને અક્ષય કુમારથી ઘણી બધી અપેક્ષાઓ છો, પણ લાગે છે કે, તેમની આશાઓ પર એક્ટર પાણી ફેરવતો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp