અક્ષય કુમારની ફિલ્મ OMG 2માં હસ્ત મૈથુનના સીનથી સેન્સર બોર્ડ ગભરાયું

OMG 2 રીલિઝ થવામાં 15 દિવસથી ઓછા સમય બાકી છે. પરંતુ અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ હજુ પણ સેન્સર બોર્ડ પાસે અટવાયેલી છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા Central Board of Film Certification (CBFC)એ ફિલ્મમાં 20 કટનો આદેશ આપ્યો છે. તે 20 કટ હોવા છતાં, ફિલ્મને A પ્રમાણપત્ર આપવાની વાત છે. પરંતુ દેખીતી રીતે મેકર્સ તેનાથી નાખુશ છે. કારણ કે આટલા બધા કટને કારણે ફિલ્મનો હાર્દ જ માર્યો જશે.

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સેન્સર બોર્ડ આ ફિલ્મને લઇને આટલી ગંભીર એટલા માટે છે, કારણકે  ફિલ્મમાં સેક્સ એજ્યુકેસન ઉપરાંત હસ્ત મૈથુનના વિષય પર પણ વાત કરવામાં આવી છે.

બોલિવુડ હંગામાના રિપોર્ટ અનુસાર, CBFCને OMG 2ના બેઝિક પ્લોટમાં જ સમસ્યા છે. ફિલ્મમાં સેક્સ એજ્યુકેશનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, તેની સાથે હસ્તમૈથુન પણ ફિલ્મનો મહત્વનો વિવાદ છે. આ વિષય મજબૂત છે અને તેની સાથે સમાન સંવેદનશીલતા સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. પરંતુ સેન્સર બોર્ડને એ વાતની ચિંતા છે કે જો સેક્સ એજ્યુકેશન અને હસ્તમૈથુનનો મુદ્દો ભગવાન અને ધર્મ સાથે જોડવામાં આવે તો જનતા કેવી પ્રતિક્રિયા આપશે તે ખબર નથી. એટલે સેન્સર બોર્ડ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં એલર્ટ છે.

આ રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે OMG 2 અંગે સેન્સર બોર્ડના સભ્યોનો અભિપ્રાય પોઝિટિવ છે. આવા બોલ્ડ અને અસામાન્ય વિષયને પસંદ કરવા બદલ અક્ષય કુમારની પણ પ્રશંસા થઈ રહી છે. તે લોકો મૂંઝવણમાં છે કે ભારતીય જનતા આવી બોલ્ડ ફિલ્મ માટે તૈયાર છે કે નહીં. સેન્સર બોર્ડના સભ્યોએ પણ ફિલ્મ જોયા બાદ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ફિલ્મને જોઇને ઉભા થઇને તાળ વગાડી હતી. પણ. આ બધું અંદરખાને થઇ રહ્યું છે. બહાર આ વિષય પર બનેલીની ફિલ્મની કોઇ જવાબદારી લેવા નથી માંગતું. કારણકે આ એક અત્યંત જોખમી ટોપિક છે.

OMG 2 એ કોર્ટરૂમ ડ્રામા બતાવવામાં આવે છે, જેમાં એક પિતા પોતાના બાળક માટે લડી રહ્યો છે. અને આ મામલો સેક્સ એજ્યુકેશન સાથે જોડાયેલો છે. ફિલ્મ જોયા બાદ સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટીએ મેકર્સને 20 કટ કરવા કહ્યું હતું. તેમાં વિડિયો અને ઓડિયો બંને કટ સામેલ હતા. આ તમામ કટ લાગુ કર્યા પછી જ સેન્સર બોર્ડ ફિલ્મને A પ્રમાણપત્ર આપવા તૈયાર છે.

તો બીજી તરફ ફિલ્મ મેકર્સનું કહેવું છે કે આટલા બધા કટ કરી નાંખશો તો ફિલ્મનો હાર્દ જ મરી જશે. ફિલ્મની સ્ટોરી ખરાબ બની જશે.OMG દરેક વર્ગના લોકોએ પસંદ કરી હતી. આબાલ- વૃદ્ધ બધાએ પસંદ કરી હતી. એવામાં A સર્ટિફેકેટ આપવાથી આખી વાત બગડી જશે, કારણ કે એ પછી 18 વર્ષની નીચેની વયના લોકો ફિલ્મ ન જોઇ શકે. ફિલ્મના મેકર્સ સેન્સર બોર્ડને વિનંતી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સેન્સર બોર્ડ શું પગલાં લે છે.

OMG2માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મને અમિત રાયે ડિરેક્ટ કરી છે. OMG 2, સિનેમા ઘરોમાં 11 ઓગસ્ટે રીલિઝ થવાની છે, એ જ દિવસે સની-દેઓલ અમીષા પટેલની ગદર-2 પણ રીલિઝ થવાની છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.