સતત ફ્લોપ ફિલ્મોની અસર, અક્ષયની ‘OMG 2’ સિનેમાઘરોમાં નહીં OTT પર થશે રીલિઝ

PC: twitter.com/Chrissuccess

ઓહ માય ગોડ એટલે કે OMG અક્ષય કુમારની શાનદાર ફિલ્મોમાંથી એક રહી છે. જેની સિક્વલ બનાવવાની ડિમાન્ડ પણ જોરો પર છે. સિક્વલની રાહ જોઈ રહેલા અક્ષય કુમારના ફેન્સ માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. આ ફિલ્મની સિક્વલ એટલે કે OMG 2 જલદી જ રીલિઝ થવાની છે, પરંતુ એક ટ્વીસ્ટ સાથે. આ ટ્વીસ્ટને જોતા ફેન્સ 2 અલગ-અલગ વિચારોમાં વહેચાઈ ગયા છે. કેટલાક ફેન્સને લાગે છે કે, ફિલ્મ સાથે જોડાયેલો નવો નિર્ણય ખોટો છે, જ્યારે કેટલાકને લાગે છે કે આ નિર્ણયને બીજી ફિલ્મો પર લાગૂ કરવો જોઈએ.

જે ફિલ્મે અક્ષય કુમારના કરિયરને નવા અધ્યાય આપ્યા હતા, એ જ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ના બીજા ભાગને અક્ષય કુમારે થિયેટરમાં ન રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ સીધી OTT પ્લેટફોર્મ પર રીલિઝ થશે. પોસ્ટરના રૂપમાં ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરવા સાથે જ એ વાતની પણ જાણકારી આપવામાં આવી છે. ફિલ્મ એક્સપર્ટ ક્રિસ્ટોફર કનગરાજે ટ્વીટ કરીને જણાવ્યું કે ‘ઓહ માય ગોડ 2’ જલદી જ OTT પ્લેટફોર્મ પર રીલિઝ થશે. આ પ્લેટફોર્મ Voot/Jio Cinema પર રીલિઝ થઈ શકે છે.

આ ટ્વીટ શેર થયા જ ફેન્સે તેને થિયેટરમાં રીલિઝ કરવાની ડિમાન્ડ કરી છે. ટ્વીટર પર OMG 2 ટ્રેન્ડ થઈ રહ્યું છે, જેમાં કેટલાક ફેન્સે કમેન્ટ કરી કે આ ફિલ્મ થિયેટર લાયક છે. તેને થિયેટરમાં રીલિઝ કરો. કેટલાક ફેન્સે અક્ષય કુમારની સતત ફ્લોપ થઈ રહેલી ફિલ્મોને જોઈને લખ્યું કે, આગામી ફિલ્મ્સ પણ OTT પર જ રીલિઝ થાય તો સારું. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, અક્ષય કુમાર અભિનીત ‘ઓહ માય ગોડ 2’ના નિર્માતા ડાયરેક્ટ ટૂ ડિજિટલ’ રીલિઝના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. જો કે, અત્યાર સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

‘ઓહ માય ગોડ 2’ની વાત કરીએ તો તેને અમિત રાય ડિરેક્ટ કરી રહ્યા છે. સાથે જ અશ્વિન વર્દે અને અક્ષય કુમાર તેના પ્રોડ્યુસર છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પંકજ ત્રિપાઠી, અરુણ ગોવિલ અને યામી ગૌતમ જેવા સ્ટાર લીડ રોલમાં નજરે પડશે. ‘ઓહ માય ગોડ 2’ વર્ષ 2012માં રીલિઝ થયેલી ‘ઓહ માય ગોડ’ની સિક્વલ છે. આ ફિલ્મ પરદા પર આવતા જ છવાઈ ગઈ હતી અને તેને બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન મળ્યું હતું. રિપોર્ટ મુજબ ‘ઓહ માય ગોડ 2’ની કહાની ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ પર બેઝ્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp