રિવ્યૂ કમિટીને મોકલવામાં આવી 'OMG 2', સેન્સર બોર્ડને સીન્સ-ડાયલોગ્સ સામે વાંધો

PC: in.bookmyshow.com

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર જલદી જ ફિલ્મ ‘OMG 2'માં નજરે પડવાનો છે. ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થઈ ચૂક્યું છે. એક્ટર પંકજ ત્રિપાઠી સાથે મહત્ત્વની ભૂમિકામાં નજરે પડવાનો છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે, તે વિવાદોથી ઘેરાયેલી છે. અક્ષય, ભગવાન શિવના રૂપમાં નજરે પડી રહ્યો છે. એવામાં ઘણા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કેટલાક લોકોએ એક સીનને લઈને આપત્તિ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, શિવનું રેલવેના પાણીથી રુદ્રાભિષેક કરવામાં આવ્યું છે.

હવે તેના પર લેટેસ્ટ અપડેટ આવી ગયું છે કે સેન્સર બોર્ડ દ્વારા અક્ષયની ફિલ્મ ‘OMG 2’ને પાછી રિવ્યૂ કમિટી પાસે મોકલી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં કેટલાક સીન્સ અને ડાયલોગ્સ આપત્તિજનક છે. જ્યારે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. ફિલ્મ ‘આદિપુરુષ’ની કન્ટ્રોવર્સીને ધ્યાનમાં લઈને સેન્સર બોર્ડ અક્ષય કુમારની ફિલ્મ સાથે ખૂબ સતર્ક નજરે પડી રહ્યું છે. તે કોઈ પણ પ્રકારનો વિવાદ ફિલ્મ પર ઇચ્છતું નથી. એટલે ફરી રિવ્યૂ કમિટી પાસે મોકલવામાં આવી છે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, ફિલ્મને રિવ્યૂ કમિટી પાસે એટલે મોકલવામાં આવી છે, જેથી ડાયલોગ્સ અને સીન્સ લઈને કોઈ વિવાદ ઊભો ન થાય. જે પ્રકારે ‘આદિપુરુષ’ને લઈને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી, એ આ ફિલ્મથી ન થાય અને ફિલ્મનો વિષય ભગવાન સાથે જોડાયેલો હોય તો રિવ્યૂ હજુ ધ્યાનથી કરવાનું બને છે. જો કે અત્યાર સુધી ક્લિયર થયું નથી કે આખરે કયા સીન કે ડાયલોગ પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિવ્યૂ થયા બાદ જ્યારે ફિલ્મ પાછી સેન્સર બોર્ડ પાસે આવી જશે તો તેના પર આગામી નિર્ણય શું લેવામાં આવશે, એ જોવાનું રહ્યું.

વર્ષ 2012માં ઓહ માય ગોડ (OMG) આવી હતી અને ‘OMG 2’ તેની સિક્વલ છે, જેમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનો રોલ કર્યો હતો. પરેશ રાવલે ભગવાન વિરુદ્ધ કેસ કરવાના નાસ્તિક કાંજીલાલ મેહતાની ભૂમિકા ભજવી હતી. આ વખત અક્ષય, ભગવાન શિવના રૂપમાં નજરે પડવાનો છે. અરુણ ગોવિલ ફિલ્મમાં રામની ભૂમિકા ભજવશે. રામાનંદ સાગરની રામાયણના ફેમસ સ્ટાર અરુણને સ્કીન પર જોવા માટે ફેન્સ એક્સાઈટેડ છે. ફિલ્મ  11 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. તેમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સાથે એક્ટ્રેસ યામી ગૌતમ લીડ રોલમાં નજરે પડવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp