
મુસલી એક રેડી-ટુ-ઈટ ફૂડ છે જેમાં ઓટ્સ, સીડ્સ અને ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ થાય છે. તેને લોકો તેમના નાસ્તા અને સ્નેક્સમાં પણ ખાઈ શકે છે. હાલમાં જ આલિયા ભટ્ટે એક પોસ્ટ શેર કરી છે અને જણાવ્યું કે તે પ્રેગ્નેન્સી દરમિયાન રોજ તેને નાસ્તામાં ખાતી હતી. વાસ્તવમાં નાસ્તામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે કાર્બ્સ અને પ્રોટીનથી ભરપુર છે જે તમારા પેટને ભરવામાં અને શરીરની એનર્જી વધારવામાં મદદ કરી શકે છે. આ સિવાય પ્રેગ્નન્સી દરમિયાન તેને ખાવાના ખાસ ફાયદા છે. કેવી રીતે તે ફાયદાકારક છે ચાલો જાણીએ...
પ્રેગ્નન્સી દરમિયાન મુસલી ખાવાના ફાયદાઃ
1. પ્રેગ્નન્સી દરમિયાન મુસલી છે હેલ્દી નાસ્તો
સ્વસ્થ પ્રેગ્નન્સી માટે મુસલી એ સારો આહાર છે જેમાં પોષક તત્વો અને વિટામિન્સની યોગ્ય માત્રા હોય છે. મુખ્ય ભોજન સિવાય, પ્રેગ્નન્સી દરમ્યાન તમે મુસલીને નાસ્તા તરીકે ખાઈ શકો છો. તેનાથી પ્રેગ્નન્સી દરમિયાન જંક ફૂડ ટાળવાનો આ એક માર્ગ હોઈ શકે છે. આ સિવાય, મુસલી ફાઇબર, વિટામિન્સ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે જે આ સમય દરમિયાન એલર્જીના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
2. બ્રેસ્ટ મિલ્ક વધારવામાં મદદરૂપ
બ્રેસ્ટ મિલ્ક વધારવામાં મુસલી ખૂબ મદદરૂપ થઈ શકે છે. આખા અનાજ, ઓટ્સ અને ઘઉંથી ભરપુર, મુસલી એ આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, એક એવુ પોષક તત્વ કે જે સ્તનપાન કરાવતી માતાઓમાં સામાન્ય રીતે ઉણપ હોય છે, જેના કારણે સુસ્તી અને થાક તરફ લાગે છે. મુસલીમાં હાજર ઓટ્સ બ્રેસ્ટ મિલ્ક પ્રોડક્શનમાં પણ સુધારો કરે છે. તેથી આ સમય દરમિયાન મહિલાઓ તેને ખાઈ શકે છે.
3. હોર્મોનલ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારકઃ
નાસ્તામાં મુસલીનું સેવન કરવાથી હોર્મોનલ સ્વાસ્થ્ય સુધારવામાં મદદ મળે છે. આ એક એવો ખોરાક છે જે પ્રોટીનથી ભરપુર છે અને હોર્મોનલ બેલેંસ જાળવવામાં મદદ કરે છે જેની પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓને સૌથી વધુ ચિંતા હોય છે. આ સિવાય તેને ખાવાથી વારંવાર થતી ક્રેવિંગને ઓછી કરવામાં પણ મદદ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp