આ ચપ્પલ કોની છે? જ્યારે આલિયાએ ઉઠાવી પાપારાઝીની સ્લીપર, જુઓ વીડિયો

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલના દિવસોમાં ‘રોકી રાની કી પ્રેમ કહાની’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા તે બીજી વખત રણવીર સિંહ સાથે નજરે પડવાની છે. તે હાલના દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કંઇક એવું કામ કર્યું કે લોકો તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે અને કેટલાક લોકો તેના આ કામને પબ્લિસિટી સ્ટંટ બતાવી રહ્યા છે. આલિયા ભટ્ટને હાલમાં જ તેની માતા સોની રાજદાન સાથે સ્પોટ કરવામાં આવી હતી.
આ દરમિયાન તે પોતાની માતાનો હાથ પકડીને નજરે પડી હતી. તેની સાથે બહેન શાહીન ભટ્ટ પણ હતી. આ દરમિયાન એક્ટ્રેસ આલિયા ભટ્ટે કંઈક એવું કર્યું કે તેના કામે ફેન્સનું દિલ જીતી લીધું અને હટર્સ માટે તેનું એક કામ ફેક અને પબ્લિસિટી સ્ટંટ લાગ્યું. ઘટના કંઈક એવી છે કે એક્ટ્રેસને હાલમાં જ સામે આવેલા વીડિયોમાં પાપારાઝીની મદદ કરતી જોવા મળી. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી જ એક્ટ્રેસ માતા સાથે નજરે પડે છે તો પાપારાઝી તેની તસવીર ક્લિક કરવા લાગે છે અને એ દરમિયાન કોઈ પાપારાઝીની ચપ્પલ છૂટી જાય છે.
તેને જોઈને આલિયા ભટ્ટ રોકાય જાય છે અને પૂછવા લાગે છે કે આ ચપ્પલ કોની છે? ત્યારબાદ જે થાય છે તે દિલ જીતી લેવા બરાબર છે. આલિયા ભટ્ટ મોટી સ્ટાર છે, પરંતુ તેમાં તેનો જરા પણ ઘમંડ કે ગુમાન નથી. આ વાતના પુરાવા તેણે હાલમાં જ સામે આવેલા વીડિયોમાં આપ્યા. વીડિયોમાં જોવા મળ્યો કે આલિયા ભટ્ટે છૂટી ગયેલી ચપ્પલને ઉઠાવ્યું અને તેને પાપારાઝી પાસે લઈ જઈને આપ્યું. હવે એક્ટ્રેસનો આ અંદાજ જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને તેને ડાઉન ટૂ અર્થ બતાવી રહ્યા છે. પરંતુ કેટલાક હેટર્સ તેનો આ અંદાજ પબ્લિસિટી સ્ટંટ લાગ્યો.
આલિયા ભટ્ટનું ડાઉન ટૂ અર્થવાળો અંદાજો જોઈને હેટર્સે તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. એકે લખ્યું ‘એટલો પણ ડ્રામા ન કરો કે ફેક લાગવા લાગે. મિડલ ક્લાસ લોકો પણ કોઈ બીજાના ચપ્પલ આ પ્રકારે હાથથી ઉઠાવતા નથી. બીજા યુઝરે લખ્યું કે, તે પોતાની અપકમિંગ ફિલ્મનું પ્રમોટ કરી રહી છે. તેની સાથે જ એક અન્ય યુઝરે લખ્યું કે, જબરદસ્તીની પબ્લિસિટી લઈ રહી છે કેમ કે ફિલ્મ આવી રહી છે. બાકી ટાઇમ મોઢું છુપાવીને ભાગે છે. આ પ્રકારે લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. તેમના આ વીડિયો પર પોઝિટિવ અને નેગેટિવ બંને જ કમેન્ટ મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp