લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી આલિયા? માતા બન્યા બાદ ઈન્ટરવ્યુમાં કહી આ વાત...

આલિયા ભટ્ટ માટે ગત વર્ષ પ્રોફેશનલી અને પર્સનલી ખૂબ જ સુંદર રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ આલિયાએ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના બે મહિનામાં અભિનેત્રીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી દીધી હતી. ત્યારથી, સોશિયલ મીડિયા પર લોકોનું એવું કહેવાનું રહ્યું છે કે, અભિનેત્રી લગ્નના પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને લગ્ન કરવા પાછળ પણ કારણ પ્રેગ્નન્સી જ હતું. અહીં તમને જણાવી દઈએ કે, મા બન્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે આ વિશે સીધી રીતે જ નહીં પરંતુ ઇનડાયરેક્ટ રીતે વાત કરી છે અને સચ્ચાઈ પરથી પરદો પણ ઉઠાવી દીધો છે. તેમના નિવેદનમાં છુપાયેલું સત્ય જાણીને લોકો બોલ્યા, ખબર હતી અમને! જાણો આખરે ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ એવું શું કહ્યું છે...

લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી આલિયા ભટ્ટ?

આલિયા ભટ્ટે 14 એપ્રિલ, 2022ના રોજ પોતાના ઘરમાં જ રણબીર કપૂરની સાથે સાત ફેરા લીધા અને લગ્ન કર્યા. આ કપલે પોતાના ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ માટે કોઈ રિસેપ્શન પાર્ટી પણ નહીં રાખી. એપ્રિલમાં લગ્નના બે મહિના પછી, જૂન મહિનામાં અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી દીધી. નેટીઝન્સે સોશિયલ મીડિયા પર આ ડૉટસને જોઇન કર્યા તો, તેઓનું એવું માનવું હતું કે, આલિયા અને રણબીરે એ માટે લગ્ન કર્યા કારણ કે, અભિનેત્રી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. હવે, શું ઇન્ડાયરેક્ટ રીતે શું આલિયાએ આ સમાચાર પર મોહર લગાવી દીધી છે?

માતા બન્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહી આ વાત

હાલમાં જ, માતા બન્યા પછી, આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં કામ અને પર્સનલ લાઈફ બંને વિશે ખુલીને વાત કરી છે. એક્ટ્રેસે પ્રેગ્નન્સીમાં કામ કરવા સાથે જોડાયેલા એક સવાલમાં જણાવ્યું કે, તેણે તેની પહેલી હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઑફ સ્ટોન' જાન્યુઆરી 2022મા સાઈન કરી અને પછી તેણે ફિલ્મના શેડ્યૂલને એવી રીતે બનાવવાની કોશિશ કરી કે, પ્રેગ્નેન્સીના કારણે તેણે બેકઆઉટ ન કરવું પડે. ટીમે તેને આશ્વાસન આપ્યું કે તેઓ તેની ખૂબ જ કાળજી લેશે અને આલિયા કહે છે કે, ફિલ્મના સેટ પર એવું જ થયું. આ વાતને કારણે લોકોને લાગી રહ્યું છે કે, આલિયા ખરેખર લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી.

 આલિયા માટે ખૂબ જ ખાસ હતું વર્ષ 2022

અહીં તમને જણાવી દઈએ કે, 2022 આલિયા માટે ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆત આલિયાએ એક બ્લોકબસ્ટર ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'થી કરી હતી, જેના પછી અભિનેત્રીએ RRR ફિલ્મથી તહેલકો મચાવ્યો હતો. એપ્રિલમાં, આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા, જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, સપ્ટેમ્બરમાં 'બ્રહ્માસ્ત્ર'ના રૂપમાં બીજી એક બ્લોકબસ્ટર ફિલ્મ આપી અને પછી નવેમ્બરમાં અભિનેત્રીએ દિકરી રાહા કપૂરને જન્મ આપ્યો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.